Get The App

માંડલની 4 ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યોના ઉમેદવારો માટે રવિવારે મતદાન

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
માંડલની 4 ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યોના ઉમેદવારો માટે રવિવારે મતદાન 1 - image


- 42 જેટલાં પોલિંગ કર્મચારીઓ ફરજ બજાવશે 

- 8 બુથ ઉપર માંડલ અને હાંસલપુર પોલીસ મથકનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવશે

માંડલ : માંડલ તાલુકામાં ૭ સરપંચો અને ૪૧ વોર્ડ સભ્યોની સામાન્ય/પેટા ચુંટણી યોજાવાની હતી પરંતુ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિને આખરી ચિત્ર સ્પષ્ટ થતાં હવે રવિવારે માત્ર ૪ ગ્રામ પંચાયતોમાં ૪ સરપંચ અને ચારેક જેટલાં વોર્ડ સભ્યો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

તાલુકાના સીતાપુર ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીમાં સરપંચ માટે ૪ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે વોર્ડ નં.૧,૩,૯ અને ૧૦માં સભ્ય તરીકેની ચુંટણી યોજાવાની છે. વાસણા (કુ) ગ્રામ પંચાયત માટે સરપંચના ૨ ઉમેદવારો, કુણપુર ગામે ૩ ઉમેદવારો અને નવાગામ ખાતે સરપંચની ચુંટણી માટે ૨ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. 

૨૨મી તારીખે ચારેય ગામમાં સામાન્ય/પેટા ચુંટણી યોજાશે અને ચુંટણી અધિકારી, તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાને લઈ હવે તૈયારીઓનો આખરી ઓપ અપાઈ ગયો છે. તાલુકામાં યોજાનારી સરપંચ/સભ્યોની ચુંટણીમાં સીતાપુર ગામે ૪ બુથો, વાસણામાં ૧ બુથ, કુણપુર ગામે ૨-બુથો અને નવાગામ ખાતે ૧-બુથ ઉભો કરવામાં આવ્યો છે. મતદાન પ્રક્રિયાને લઈ દરેક બુથોમાં પ્રિસાઈડીંગ ઓફિસર સહિત કુલ ૪૨ જેટલાં પોલીંગ કર્મચારીઓ ફરજમાં મુકાયાં છે. 

સીતાપુર ગ્રામ પંચાયતની ચુંટણી માટે તમામ બુથો ઉપર તાબાના હાંસલપુર પોલીસ મથક દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે ત્યારે બાકીના ૩ ગામોમાં માંડલ પોલીસ મથક દ્વારા પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ગોઠવવામાં આવશે, સંવેદનશીલ બુથો ઉપર એસઆરપી જવાનો પણ બંદોબસ્ત તરીકે મુકવામાં આવી શકે છે ? પ્રિસાઈડીંગ અને ફરજ બજાવનાર કર્મીઓની શનિવારે-મીટીંગ યોજાશે બાદમાં બેલેટ પેપર અને મતપેટીઓ પણ સોંપવામાં આવશે અને તમામ ચુંટણીલક્ષી સાહિત્ય સાથે કર્મીઓ મતદાન મથકો ઉપર પહોંચી જશે. આમ રવિવારે યોજાનાર મતદાન પ્રક્રિયા બાદ તાલુકાની ૪ ગ્રામ પંચાયતોનું ભાવિ મતપેટીઓમાં શીલ થઈ જશે, મતદાન બાદ મતપેટીઓને વાહનો અને સુરક્ષા માફરતે સ્ટ્રોંગરૂમમાં લાવવામાં આવશે અને ત્યારબાદ ૨૫મી જુને સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.

Tags :