Gujarat

વડોદરામાં શહેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન આપવા કોર્પોરેશન દ્વારા બે દિવસ લોક કલ્યાણ મેળો યોજાશે

By GS TEAM
25 Sep 20251 min read
TukuTouch Logo
ચાલુ વર્ષે 2627 ફેરિયાઓને 2.63 કરોડની લોન અપાવવાનું આયોજન

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં શહેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન આપવા કોર્પોરેશન દ્વારા બે દિવસ લોક કલ્યાણ મેળો યોજાશે

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન અપાવવા માટે પીએમ સ્વ નિધિ યોજના અંતર્ગત તારીખ 29 અને 30 ના રોજ લોક કલ્યાણ મેળો યોજવામાં આવશે. આ યોજના અંતર્ગત 15, 25 અને 50 હજારની લોન અંગેના ફોર્મ તબક્કા વાર ભરાવવામાં આવશે. લોક કલ્યાણ મેળામાં શહેરી ફેરીયાઓનું પ્રોફાઇલિંગનું ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ લાભ આપવામાં આવશે. લોનની રકમનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ યોજના શરૂ થઈ ત્યારથી ગત ડિસેમ્બર સુધીમાં વડોદરામાં 60412 ફેરીયાઓને 100 કરોડની લોન બેંક દ્વારા મંજૂર કરવામાં આવી હતી. બાકી રહેલા 2627 શહેરી ફેરીયાઓને 2.63 કરોડની લોન સહાય આપવાનું કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 માં આયોજન કરવામાં આવ્યું છે. શહેરી ફેરિયાઓ દ્વારા લેવામાં આવતી લોન ભરપાઈ થયા બાદ બીજા અને ત્રીજા તબક્કાની લોન આપવામાં આવે છે. હજુ તાજેતરમાં લોન મેળવનાર અને ખાણીપીણી તથા ચા-નાસ્તાની લારી ચલાવતા શહેરી ફેરીયાઓને ફૂડ સેફટી અંગેની તાલીમ આપવામાં આવી હતી.