Gujarat

વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી : સવા મહિનામાં 3.99 લાખ દંડ વસૂલ્યો

By GS TEAM
30 Jul 20251 min read
TukuTouch Logo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 92 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી : સવા મહિનામાં 3.99 લાખ દંડ વસૂલ્યો

Vadodara Corproation :  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહે૨માં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ શરૂ ક૨વામાં આવી છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓના ઉપયોગને બંધ કરી લોકો અને વેપારીઓને પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ હોય તેવા વિકલ્પો અપનાવવા તંત્ર અનુરોધ કરી રહ્યું છે.

તા.19 જૂનથી તા.29 જુલાઈ દરમિયાન દરેક વોર્ડની ટીમ દ્વારા વોર્ડના વિવિધ જાહેર સ્થળો, બજારો, શોપિંગ મોલ, ખાદ્ય સ્ટોલ અને વેપારીઓને ત્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન આવી વસ્તુઓનો વપરાશ કરવા બદલ કુલ રૂ.3,99,850નો વહિવટી ચાર્જ વસૂલ કરીને તથા 92 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત ક૨વામાં આવ્યું હતું. હવે આગામી સમયમાં સ્વેચ્છિક સંસ્થાઓ રેસિડેન્સ વેલફેર એસોસિએશન્સ, શાળાઓ અને ઈકો ક્લબ તથા અન્ય સંસ્થાઓને આ કામગીરીમાં જોડવામાં આવશે. કોર્પોરેશન દ્વારા લોકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક ચમચી, કપ, સ્ટ્રો, પૉલિથિન થેલી વગેરેનો ઉપયોગ બંધ કરીને અને કપડા કે કાગળની બેગ જેવા વિકલ્પો પસંદ કરવા કહેવાયું છે.