Get The App

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ વગેરેનું ચેકિંગ, 69 સ્થળે તપાસ કરી ખાદ્ય પદાર્થોના 59 નમૂના લીધા

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ વગેરેનું ચેકિંગ, 69 સ્થળે તપાસ કરી ખાદ્ય પદાર્થોના 59 નમૂના લીધા 1 - image


Vadodara Corproation Food Safety : વડોદરા કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો મોકલીને મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ, લોટ અને ખાદ્ય પદાર્થો બનાવવા વપરાતા જુદા-જુદા રો મટીરીયલ વગેરેનું ચેકિંગ કર્યું હતું.

શહે૨નાં કારેલીબાગ, દાંડીયાબજાર, વૃન્દાવન ચા૨ ૨૨સ્તા, અમદાવાદી પોળ, નવજીવન, કોઠી, માંજલપુર, તરસાલી રોડ, ભાયલી, ઇલોરાપાર્ક, ગોત્રી, અલકાપુરી,સયાજીગંજ, સ૨દા૨ એસ્ટેટ, હરણી, છાણી, ન્યુ સમા રોડ, પોલીટેકનીક કોલેજ, નીઝામપુરા, તરસાલી, વાઘોડિયા રોડ વિગેરે વિસ્તારોમાં ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલા વેપારીઓ અને ધંધાર્થીઓના હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન, ફરસાણની દુકાનો વગેરે મળી ૬૯ યુનિટો ૫૨ ઈન્સપેકશનની કામગી૨ી કરી હતી. ઇન્સ્પેકશનની કામગીરી દ૨મ્યાન કેસ૨ી મોદક, ચોકલેટ મોદક, બુંદીના લાડુ, રાસબેરી મોદક, મલાઈ મોદક, બેસન, મરચા પાવડર, ઘી, ગાયનું દુધ, સનફ્લાવર ઓઇલ, સેવ, મોદક, ચણાદાળ, માખણીયા બીસ્કીટ, પનીર બટર મસાલા (પ્રીપેર્ડ ), મોતીચુરના લાડુ, કેસરી મોદક, ભેંસનુ દુધ, બેસનલાડુ, સીંગતેલ, પની૨ ટીક્કા મસાલા (પ્રીપેર્ડ ), દુધી ચણાની દાળનું શાક (પ્રીપેર્ડ ), ચોકલેટ મોદક, મોહનથાળ, ગુજીયા, જોધપુરી મોદક, માવો, હળદળ પાવડર, ધાણા પાવડર, કેસરીપેન્ડા, કેસરી બરફી વિગેરેનાં ૫૯-નમુના લેવામાં આવેલ હતા. જે પૃથ્થક૨ણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ હતા. વેપારીઓ દ્વારા પોતાની દુકાનમાં મિઠાઈ તેમજ ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માવો, બરફી, ઘી, કપાસીયા તેલ, પામોલીન તેલ, સીંગતેલનો ઉલ્લેખ ક૨તા બોર્ડ પણ ગ્રાહકોને દેખાય તે રીતે પ્રદર્શીત ક૨વા સુચના આપી હતી. આ ઉપરાંત તમામ ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા ખાસ તાકીદ કરવામાં આવી હતી.

Tags :