વડોદરા શહેરમાં સમાવેશ થયેલા વડદલા અને તરસાલી ગામ વિસ્તારમાં વધુ બે નવી ટીપી સ્કીમનો અમલ કરવા કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરી હદ વિસ્તારમાં તરસાલી અને વડદલા ગામનો સમાવેશ કેટલાય વખત અગાઉ થયો છે ત્યારે હવે વધારાની ટીપી સ્કીમોનો અમલ કરાઈ રહ્યો છે. આ અંગેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વડદલા ગામ અને તરસાલી ગામનો વડોદરાની હદમાં કેટલાય વખત અગાઉ સમાવેશ થઈ ગયો છે. આ બંને ગામમાં હવે વધારાની ટીપી સ્કીમોનો અમલ કરાઈ રહ્યો છે આ અંગેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે, આવી ટીપી સ્કીમો તૈયાર કરવાનો ઇરાદો જાહેર કરાયો છે. આ વિસ્તારમાં નવી ટીપી સ્કીમોના કારણે પાલિકા તંત્રને 40 ટકા જેવી કપાત જમીન મળશે. આ 40 ટકા મળનારી જમીનમાં લોક સુવિધા જેવી કે, આરોગ્ય, રમતગમત કે પછી અન્ય લોક સુવિધાના કાર્યોમાં જમીન વપરાશે.
આ યોજનામાં કાયદાની જોગવાઈ અનુસાર કામચલાઉ દરખાસ્તનો મુસદ્દો તૈયાર કરાયો છે તેની સમજૂતી આપવા તથા તે સંબંધે વાંધા સૂચનો મેળવવા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ની જોગવાઈઓ હેઠળ યોજનાના જમીન માલિકો,સંબંધ ધરાવનાર વ્યક્તિઓ ની એક સભા આગામી તા. 9, માર્ચે સવારે 11:00થી 1:00 વાગ્યા સુધી અકોટા વિસ્તાર સ્થિત સર સયાજી નગર ગૃહ ખાતે યોજવામાં આવી છે. આ સમયમાં વડદલા ગામ અને તરસાલી ગામની ટીપી સ્કીમોની યોજના અંગે વાંધા સૂચનો આગામી 30 દિવસમાં આપવાના રહેશે. ઉપરાંત જમીન માલિકો હિત સંબંધ ધરાવનારા ઈસમોએ આ સભામાં નિયત સમયે ખાસ ઉપસ્થિત રહેવા પાલિકા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.








