Get The App

વડોદરા કોર્પોરેશન લારી-ગલ્લાવાળાઓને આર્થિક સક્ષમ બનાવવા લોન આપે છે, બીજી બાજુ લારીઓ ઉઠાવી લે છે

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા કોર્પોરેશન લારી-ગલ્લાવાળાઓને આર્થિક સક્ષમ બનાવવા લોન આપે છે, બીજી બાજુ લારીઓ ઉઠાવી લે છે 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસી-2014નો અમલ કરવામાં આવતો નથી તેમજ હોકિંગ ઝોન પણ બનાવતા નથી. બીજી બાજુ લારી-ગલ્લા અને પથારાવાળા હટાવવાનું ઓપરેશન સતત ચાલુ રહ્યું છે. જેનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વડોદરા કોર્પોરેશનમાં ગત અઠવાડિયે સમગ્ર સભા મળી ત્યારે યુવક કોંગ્રેસે પણ લારી ગલ્લા હટાવવા મુદ્દે હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે સરકાર એક બાજુ લારી ગલ્લા ધારકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા પી.એમ.સ્વનિધિના નામે લોન આપવામાં આવે છે. બીજી બાજુ લારી-ગલ્લા, પથારા વગેરે ઉઠાવી લેવામાં આવે છે. વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 દરમિયાન 2,627 શહેરી શેરી ફેરીયાઓને 2.63 કરોડની લોન સહાય માટે લાભાર્થીઓની અરજીઓ ઓનલાઇન પી.એમ.સ્વનિધિ પોર્ટલ પર સબમીટ કરી બેંકમાં મોકલાવી લોન સહાય આપવાનું આયોજન વિચારવામાં આવ્યું છે. 15 મે સુધીમાં 53,520 ફેરિયાઓને આ યોજના હેઠળ લોન આપવામાં આવી છે. આ લોન 10,000થી 50,000 સુધીની હોય છે. સૌથી વધુ 35,903 ફેરીયાને 10,000 સુધીની લોન આપવામાં આવી હતી.

Tags :