ગરીબો પર મેડિકલ ટેસ્ટ થતા હોવાના આક્ષેપ સાથે ગોરવાની લેબ કંપની શંકાના દાયરામાં : ફૂડ શાખાએ તપાસ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા ગોરવા એસ્ટેટમાં આવેલી એક લેબ કંપનીમાં હલકી કક્ષાના ખોરાક અંગે પાલિકા તંત્ર સમક્ષ યુવક કોંગ્રેસના આગેવાને કરેલા આક્ષેપ મુજબ લેબમાં દવા ઇન્જેક્શન અંગે વિવિધ પ્રકારના પરીક્ષણ થતા આ લેબ કંપની શંકાના ઘેરામાં આવી છે. જેથી યુવા કોંગ્રેસના આગેવાને આ લેબ કંપનીમાં તપાસની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે ગરીબો પર થતા આવા દવાના પરીક્ષણો ગરીબોને પૈસાની લાલચ આપવામાં આવે છે, જે યોગ્ય નથી. આ અંગે આ લેબ કંપની પર તપાસ થવી જોઈએ. પરિણામે પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાએ આ લેબ કંપનીમાં દરોડા પાડીને જે તે સમયે ખોરાકના નમૂના લીધા હતા.
ઉલ્લેખનીય છે કે ગોરવા એસ્ટેટની એક લેબ કંપનીમાં પરીક્ષણ માટે આવનારાને અપાતા હલકી કક્ષાના ખોરાક અંગે પાલિકા તંત્ર સમક્ષ શહેર યુવક કોંગ્રેસના એક આગેવાને ફરિયાદ કરી હતી. આ અંગે પાલિકાની આરોગ્ય શાખાની ખોરાક બ્રાન્ચે તાત્કાલિક ધોરણે આ લેબ કંપનીમાં બરોડા પાડ્યા હતા. નાસ્તાના સેમ્પલ લઈને પાલિકાની ખોરાક શાખા પરત ફરી હતી. આ લેબ કંપનીમાં ગરીબ માનવને દવાના પરીક્ષણ અર્થે લાવવામાં આવે છે જ્યાં માત્ર એક ટેસ્ટ બાબતે રૂપિયા 3000 ચૂકવાઇ છે પરંતુ સમગ્ર પરીક્ષણ પૂરું થતાં લેબ કંપની દ્વારા રૂ.15 થી 20,000 જેવું વળતર જે તે પરીક્ષણ માટે આવનાર ગરીબને ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આવી દવા ઇન્જેક્શનનોનો સૌપ્રથમ ઉંદરો અને ત્યારબાદ પ્રાણીઓ પર અને પછી જ માનવ પર પરીક્ષણ થાય છે.
આ અંગે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી અને ગામડાઓમાંથી ગરીબોને પૈસાની લાલચ આપીને ટેસ્ટિંગ માટે લઈ આવવામાં આવે છે. આમ ગરીબ લોકોને લલચાવીને પરીક્ષણ માટે બસમાં છેવાડાના ગામોમાંથી લઈ આવીને 24 કલાક માટે લેબ કંપનીમાં રાખવામાં આવે છે. આ અંગે આણંદના એક યુવકે ફરિયાદ કરી હતી કે મને માત્ર રૂપિયા 3000 મળ્યા હોવાનું જણાવ્યું હતું. આ લેબ કંપનીમાં દવાના અને ઇન્જેક્શન ઓના પરીક્ષણ માટે બસમાં ગામોમાંથી 30 થી 40 ગરીબોને પૈસાની લાલચે લાવવામાં આવ્યા છે અને વ્યક્તિ દીઠ 13 થી 15 હજારનું પેકેજની લાલચ અપાઈ હતી. પરંતુ માત્ર એક પરીક્ષણ અંગે રૂપિયા 3,000 આપતા હોવાનું આણંદના એક અરજદારે જણાવ્યું હતું. આમ શહેર યુવા કોંગ્રેસના અગ્રણીએ જણાવ્યું હતું કે ગરીબ શ્રમજીવીને રૂપિયા 15000ની લાલચ આપીને પરીક્ષણ અંગે રૂપિયા 3000 ચૂકવવામાં આવતા હોવાનું પણ આક્ષેપ કરીને તપાસની માંગ કરી છે. આમ ગરીબોને મોટી રકમની લાલચ આપીને જાતજાતના દવા ઇન્જેક્નના પરીક્ષણો કરવામાં આવે એ યોગ્ય નથી. આમ લેબ કંપનીમાં હલકી કક્ષાનો ખોરાક અપાતો હોવાની ફરિયાદ અંગે પાલિકા આરોગ્ય શાખાની ખોરાક બ્રાન્ચ દ્વારા નાસ્તાના નમુના માત્ર ફરિયાદ હેઠળ લેવાયા હતા.








