૯૫ કિલો અખાદ્ય બટાકાવડા, ચટણી, સમોસા, મોમોઝ અને રાઇસનો નાશ
ચાર ગરબા સ્થળે ૧૬૬ ફૂડ સ્ટોલોમાં મ્યુનિ.કોર્પો.નું ચેકીંગ
વડોદરા,તા,13,ઓક્ટોબર,શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શહેરના ચાર ગરબાના ફૂડસ્ટોલોનું ચેકીંગ ગઇરાતે કર્યુ હતું. ચારેય ગરબાના ૧૬૬ ફૂડસ્ટોલોને ચેકીંગમાં આવરી લીધા હતા.
ગઇરાતે ફૂડ સેફટી ઓફિસરોની ટીમે સમતા રોડ પરના માશક્તિ ગરબા, યુનાઇટેડ વે, કલાનગરી અને પોલો કલબ ખાતેના ગરબા સ્થળે જઇ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ૯૫ કિલો અખાદ્ય ફૂડનો નાશ કર્યો હતો. આ જથ્થામાં બટાકાવડા, ચટણી, મોમોઝ, રાઇસ, સમોસા અને કાપેલા ફ્રુટસ વગેરેનો સમાવેશ થતો હતો.
સોમવારથી ફરી ફૂડ ઇન્સ્પેકટરોની ટીમ બીજા મોટા ગરબા આયોજકોને ત્યાં ઊભા કરેલા ફૂડ સ્ટોલોનું ચેકીંગ શરૃ કરીને સપાટો બોલાવશે જે ફૂડ સ્ટોલોમાં આરોગ્યલક્ષી તકેદારી રાખવાની સાથે સ્વચ્છતા નહીં હોય તો મ્યુનિ. કોર્પો. નોટિસો ફટકારશે અને સ્ટોલોનું કામચલાઉ રજિસ્ટ્રેશન તથા લાયસન્સ લીધેલું છે કે નહીં તેનું પણ ચેકીંગ હાથ ધરાશે, તેમ જાણવા મળ્યું છે.