વડોદરા મ્યુ. કમિ. અરુણ બાબુ સહિત ટીમ દ્વારા હેરિટેજ સ્થાપત્યોની મુલાકાત : પૌરાણિક ન્યાય મંદિરને પુન: જીવીત કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સહિત ટીમ દ્વારા હેરિટેજ અને હેરિટેજ બાબતે લાલ કોર્ટ, માંડવી ગેટ અંગે કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર સાથે મિટિંગ યોજી હતી. સુરસાગર ખાતે આરતીનું કામકાજ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે પાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત હેરિટેજ ટીમે આજે હેરિટેજ વોક અને હેરિટેજ સ્ક્વેર અંગે લાલ કોર્ટ અને માંડવી સહિત વિવિધ પૌરાણિક ઇમારતોની મુલાકાત લીધી હતી. 2018 સુધી ધમધમતા ન્યાય મંદિર વિસ્તારને પુન: જીવીત કરવાના સઘન પ્રયાસો આગામી દિવસોમાં શરૂ કરાશે. જોકે વિકલી અને મંથલી હેરિટેજ વોક કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, પાલિકા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ સહિત હેરિટેજ ટીમે સાથે મળીને હેરિટેજ વોક અને હેરિટેજ સ્ક્વેર અંગે શહેર મધ્ય આવેલી ઐતિહાસિક લાલ કોર્ટ અને માંડવી ગેટની મુલાકાત લીધી હતી, ત્યારે કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટને પણ બોલાવવામાં આવ્યા આવ્યા હતા. આગામી દિવસોમાં શહેરની આનબાન શાન ગણાતા સુરસાગર તળાવ ખાતે પ્રતિદિન આરતી બાબતે કામ આગામી દિવસોમાં શરૂ કરાશે. ઉપરાંત પૌરાણિક બિલ્ડીંગો ન્યાયમંદિર લાલ કોર્ટ, મ્યુઝિક કોલેજ તથા માંડવી સહિત પાણીગેટ, લહેરીપુરા, ચોખંડી અને ફતેપુરા સહિતના ચારેય ગેટને હેરિટેજ વોકમાં લાવવામાં આવવામાં આવશે. અગાઉ 2018 સુધી સતત ધમધમતા ન્યાય મંદિર વિસ્તારને પુન: જીવિત કરવા સઘન પ્રયાસો સાથે ન્યાય મંદિરને ટુરીઝમ સ્પોટ અંગે પણ કાર્યવાહી કરાશે. આ ઉપરાંત અન્ય ઐતિહાસિક ઇમારતોને હેરિટેજમાં અગાઉના શાસકો સ્વ. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ-3થી અન્ય શાસકોના પૌરાણિક બિલ્ડીંગોનો પણ સમાવેશ હેરીટેજ વોકમાં કરાશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.








