વડોદરા મ્યુની.કમિશનર તથા રેલ્વે ડીઆરએમ દ્વારા સંયુક્ત રીતે અલકાપુરી ગરનાળાનું ઓવર બ્રિજ, મલ્ટીપલ ટ્રાન્સપોર્ટ હબ અને બુલેટ ટ્રેન મામલે નિરીક્ષણ
Vadodara Corporation : વડોદરા શહેરના અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળાના અંડર બ્રિજ અને નવીન બનનાર ઓવર બ્રિજની સાથે બવિષ્યમાં નજીકમાં બનનાર બુલેટ ટ્રેન સ્ટેશનને લઈને આજે પાલિકાના કમિશનર તથા રેલવેના ડીઆરએમ દ્વારા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
શહેરના સયાજીગંજ વિસ્તારમાં રેલ્વે સ્ટેશનના અન્ડર બ્રિજ ખાતે દર ચોમાસામાં વરસાદના પાણી ભરાઈ જવાની સમસ્યા અને વારંવાર અહીં સર્જાતા ટ્રાફિકના પ્રશ્નને લઈને આજે મ્યુનિસીપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા રેલ્વે ડીઆરએમ દ્વારા અહીં સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, અહીં પ્રાથમિક ઓવર બ્રિજ બનાવવાની વિચારણા છે. તેમાં પોલીસી મેટર અને વિકલ્પ શું થઈ શકે? એની ચર્ચા કરવામાં આવી છે. સાથે નજીકમાં બુલેટ ટ્રેનને કેવી રીતે જોડી શકાય? તે સાથે મલ્ટી મોડલ ટ્રાન્ઝેટ હબ બનાવવાની પણ વિચારણા છે. બુલેટ ટ્રેનની સાથે અન્ય ટ્રેન અથવા બહારગામથી શહેરમાં આવતા મુસાફરો, નાગરિકો કેવી રીતે સરળતાથી શહેરમાં પ્રવેશી શકે? એ મામલે વિવિધ પ્રકારની વિચારણા કરવામાં આવી રહી છે. આ સાથે ભવિષ્યમાં અહીં વિટકોસની સાથે ઇલેક્ટ્રિક બસ મૂકીને નાગરિકો, મુસાફરો કેવી રીતે શહેરમાં સરળતાથી આવી શકે? તે બાબતની ચર્ચા કરવામાં આવી છે. કોઈ ત્રણ બાબતે અહીં ચર્ચા કરવામાં આવી છે. જેમાં ઓવરબ્રિજ/અંડર પાસ, મલ્ટીપલ ટ્રાન્સપોર્ટ હબ સાથે બુલેટ ટ્રેનના સ્ટેશનને અન્ય ટ્રેન સાથે કેવી રીતે કનેક્ટ કરી શકાય? તે બાબતે રેલવે ડીઆરએમ તથા તેમના સ્ટાફને સાથે રાખીને ચર્ચા કરવામાં આવી છે.