વિશ્વામિત્રીની સફાઇ, ઊંડાઇ અને પહોળાઇની કામગીરી બાકી
કાંઠા વિસ્તારોમાં હજી પૂરાણ હોવાથી પાણીનું વહેણ રોકાતા પૂરની સ્થિતિ સર્જાશે
વડોદરા,વિશ્વામિત્રી પ્રોજેકટ અંતગર્ત સમા, હરણી અને નાગરવાડાના સીમાડા પરથી પસાર થતી વિશ્વામિત્રીની સફાઇ, ઊંડાઇ અને પહોળાઇ વધારવાની કામગીરી શરૃ કરવા વિશ્વામિત્રી બચાવો સમિતિએ મ્યુનિ.કમિશનર સમક્ષ કરી છે.
સમા વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના મૂળ કુદરતી સ્વરૃપને જજરાપણ ક્લિનિંગ, ડિસિલ્ટિંગ અને વાઇડનિંગનું કામ કરાયું નથી.
૧૯૭૮માં જમીન સંપાદન કરી પૂરના પાણીની વહનશક્તિ વધારવા બનાવેલા કેનાલ સ્વરૃપના બાયપાસને ક્લિનિંગ, ડિસિલ્ટિંગ અને વાઇડનિંગ કરી જે માટી નીકળી છે, તે આજુબાજુ મોટા પાળા બનાવી દેતા નદીનું વહેણ બંધ થઇ જાય તેમ છે. સિંચાઇ વિભાગના નકશા મુજબ સમાના સર્વે નં.૩૯/૨ અને ૪૦ તરફ મૂળ નદીની સફાઇ અને પહોળાઇનું કામ શરૃ કરાવે તે જરૃરી છે. અગોરાની નજીકમાં જ જે પૂરાણ થયું છે તે હટાવવું આવશ્યક છે. સમામાં પીપીપી યોજના હેઠળ સ્લમ રિહેબિલિટેશન સ્કીમ તૈયાર કરી નદીમાં ઊભી કરાયેલી પ્રોટેકશન વોલથી પણ પાણીનું વહેણ અવરોધાય છે.