વિશ્વામિત્રી નદીમાં જ્યાં ખોદાણ થયું ત્યાં નાના સ્વિમિંગ પૂલ બની ગયા, નદીમાં બોટલ નેક જેવી પરિસ્થિતિ ઉભી થઇ
Vadodara : વડોદરા પાલિકાની સભામાં કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન બાબતે રજૂઆત કરી હતી કે, હાલ જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી થઈ રહી છે કે અમુક ચોક્કસ જગ્યાએ જ કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે આપણે નદીમાં બોટલ નેક જેવી પરિસ્થિતિ ઉભી કરી છે. એટલે જ્યાં કામ થયું છે જ્યાં જાણે સ્વિમિંગપુલ ઊભા થઈ ગયા છે અને જ્યાં ખોદાણ નથી થયું ત્યાં પાણી નીકળવામાં સમય લાગશે. આ બાબત ચોમાસામાં એક આફત ઊભું કરી શકે તેમ છે. આપણે એક બાજુ નદી અને કાંસો પૂરી રહ્યા છીએ પછી પ્રાર્થના કરીએ છીએ કે પૂર આવે તો તે કેવી રીતે ચાલે? તાજેતરના ચોમાસામાં આવેલ પૂર અભૂતપૂર્વ હતું અને જે વિસ્તારમાં પાણી ન હતું ત્યાં પણ પાણી ભરાયા હતા. હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે નદીના તમામ જગ્યાએ યોગ્ય રીતે થાય તે જરૂરી છે.