Get The App

· એમજી કિંગ કંપનીની રૃા.1.32 કરોડની ઠગાઇમાં વિશાલ મગરેના જામીન નકારાયા

762 લોકો પાસેથી રોકાણ મેળવાયું હતું ઃ ફરિયાદી પણ ભાગીદાર હતા પણ પોતાના માથે જવાબદારી ન આવે તે માટે ફરિયાદ કર્યાની દલીલ

રૃા.13,200ના રોકાણ સામે ત્રણ મહિને રૃા.૪૦ હજારનું પ્રલોભન

Updated: Mar 2nd, 2022

GS TEAM

Google News
Google News
·         એમજી કિંગ કંપનીની રૃા.1.32 કરોડની ઠગાઇમાં વિશાલ મગરેના જામીન નકારાયા 1 - image

સુરત,

762 લોકો પાસેથી રોકાણ મેળવાયું હતું ઃ ફરિયાદી પણ ભાગીદાર હતા પણ પોતાના માથે જવાબદારી ન આવે તે માટે ફરિયાદ કર્યાની દલીલ
ડીંડોલી વિસ્તારમાં એમ.જી.કીંગ કંપનીની લલચામણી સ્કીમમાં રોકાણના નામે કુલ રૃ.1.32 કરોડની ઠગાઈના કારસા તથા જીપીઆઈડી એક્ટના ભંગના ગુનામાં જેલવાસ ભોગવતા આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાની તપાસ નાજુક  તબક્કામાં હોઈ આરોપીના જામીનની માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે નકારી કાઢી છે.

ડીંડોલી ખાતે પંચદેવ બંગ્લોઝમાં રહેતા આરોપી વિશાલ ગોકુલ  સહિત અન્ય આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં તા.27-9-21 ના રોજ ડીંડોલી રીઝન્ટ પ્લાઝામાં આવેલી બે દુકાનમાં એમ.જી.કીંગ કંપની ખોલીને ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ મળીને કુલ 760 લોકોને કંપનીની લલચામણી સ્કીમમાં રોકાણના નામે કુલ રૃ.1.32 કરોડ પડાવી લેવાયા હતા. રોકાણ સ્કીમમાં સૌ પ્રથમ 13,200 ભરીને આઈડી પ્રુફ તથા 11 ઓનિયનની શેમ્પૂ તથા તેલની બોટલ આપ્યા બાદ ત્રણ મહીના પુરા થયા બાદ રૃ.40 હજાર આપવાનું પ્રલોભન અપાયું હતું.

ડીંડોલી પોલીસે જેલભેગા કરેલા આરોપી વિશાલ મગરે જામીન માંગ્યા હતા. બચાવપક્ષે મુખ્યત્વે પાંચ મહીના બાદ વિલંબિત ફરિયાદનો ખુલાસોન હોવા અંગે તથા આરોપીએ ફરિયાદીને કોઈ લલચામણી ઓફર કરી નથી. ફરિયાદી આ સ્કીમ ભાગીદાર હોવા તથા રોકાણ કર્યા બાદ પાકે તે પહેલાં પોતાની માથે જવાબદારી ન આવે તે માટે હાલની ખોટી ફરિયાદ કરી હોવાનું બચાવ કર્યો હતો. જેના વિરોધમાં એપીપી રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ ગંભીર ગુનાના પ્રથમ દર્શનીય કેસની તપાસ નાજુક તબક્કામાં છે. આરોપીએ કોઈ લાઈસન્સ મેળવી નોંધણી કરાવ્યા વિના રોકાણ સ્કીમના નામે 762 થી વધુ લોકો પાસેથી 1.32 કરોડ મેળવી પરત કર્યા નથી. આરોપીના બેંક ખાતું સીઝ કરીને કમ્પ્યુટર્સ ડેટાની તપાસ હાથ ધરવામાં આવી છે.આરોપીને જામીન આપવાથી તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડે તેમ છે.