Gujarat

વિધાનસભા પેટાચૂંટણી-2025: વિસાવદરના બે મતદાન બુથ પર ફરીથી યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ કુલ 81.11 ટકા મતદાન

By GS TEAM
21 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ગઈકાલે ગુરુવારે (19 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુથ કેપ્ચરિંગની નોંધાવાયેલી ફરિયાદ બાદ માલિડા અને નવા વઘાણીયા બુથ પર આજે શનિવારે (21 જૂન) ફરીથી મતદાન થયું હતું. જેમાં બંને મતદાન મથકોનું સરેરાશ કુલ 81.11 ટકા મતદાન થયું છે. વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિધાનસભા પેટાચૂંટણી-2025: વિસાવદરના બે મતદાન બુથ પર ફરીથી યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ કુલ 81.11 ટકા મતદાન
Representative Image

Visavadar by-election : ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ગઈકાલે ગુરુવારે (19 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુથ કેપ્ચરિંગની નોંધાવાયેલી ફરિયાદ બાદ માલિડા અને નવા વઘાણીયા બુથ પર આજે શનિવારે (21 જૂન) ફરીથી મતદાન થયું હતું. જેમાં બંને મતદાન મથકોનું સરેરાશ કુલ 81.11 ટકા મતદાન થયું છે. વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર કરાશે.

સરેરાશ કુલ 81.11 ટકા મતદાન થયું

મળતી માહિતી મુજબ, રાજ્યમાં વિસાવદરના નવા વઘાણીયા ગામના બુથ નંબર 111 અને માલિડા ગામના બુથ નંબર 86 પર પુનઃ મતદાન યોજાવાનો ચૂંટણી પંચના નિર્ણય બાદ આજે શનિવારે બંને બુથ પર ફરીથી ચૂંટણી પૂર્ણ થઈ છે, ત્યારે માલિડા મતદાન મથક પર 80.41 ટકા અને  નવા વઘાણીયા મતદાન મથક પર 82.59 ટકા મતદાન નોંધાયું છે.

આ પણ વાંચો: કોંગ્રેસે ગુજરાતમાં સંગઠનમાં મોટા ફેરફાર કર્યા, 40 શહેર અને જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક

શું હતો સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, ગત 19 જૂન, 2025ના રોજ લેવામાં આવેલી વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુથ કેપ્ચરિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈને આ બંને બુથ પર બુથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનની ફરિયાદોની ગંભીરતાથી તપાસ કરાઈ હતી. ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા માલીડા અને નવા વઘાણીયા બુથ પર મતદાન રદ કર્યું હતું અને પુનઃ મતદાન યોજાવાનો નિર્ણય કર્યો હતો.