Gujarat

કેનેડાના PR અપાવવા માટે છાણીના વિઝા કન્સલ્ટન્ટે ખંભાતના ચોકસી પાસે 12.57 લાખ પડાવી લીધા

By GS TEAM
8 Jun 20261 min read
TukuTouch Logo
કેનેડા ગયેલી એક યુવતીને પી.આરના નામે છાણીના એકબીજા કન્સલ્ટન્ટે ઠગાઈ કરતા ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડાના PR અપાવવા માટે છાણીના વિઝા કન્સલ્ટન્ટે ખંભાતના ચોકસી પાસે 12.57 લાખ પડાવી લીધા

Vadodara : કેનેડા ગયેલી એક યુવતીને પી.આરના નામે છાણીના એકબીજા કન્સલ્ટન્ટે ઠગાઈ કરતા ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ખંભાતમાં રહેતા અને જ્વેલર્સ શોરૂમ ધરાવતા સચિનભાઈ ઝવેરીએ પોલીસને કહ્યું છે કે, મારી પત્ની રૂપલ બ્યુટી પાર્લર ચલાવતી હોવાથી તેને ત્યાં આવતા નુસરત શેખ સાથે સારો એવો પરિચય હતો. મારી પુત્રી કેનેડા હોવાથી અને તેના વિઝા પુરા થઈ જવા આવ્યા હોવાથી પી.આર માટે ફાઇલ મૂકવાની હતી. 

નુસરત શેખે કહ્યું હતું કે હું છાણીમાં ઝુનઝુનવાલા કોમ્પ્લેક્સમા નોકરી કરું છું તે સેલ્વિન મેકવાન ઉર્ફેક ક્રિશ્ચન લીયો વિઝા કન્સલ્ટન્ટનું કામ કરે છે અને તેઓ પી.આર કરાવી આપશે. જેથી અમને વિશ્વાસ આવતા મેં 2024માં સેલ્વીન મેકવાનનો સંપર્ક કર્યો હતો. 

સેલ્વીને 35 લાખ રૂપિયામાં કામ કરી આપવાનું નક્કી કર્યું હતું અને અડધી રકમ પહેલા આપવાની શરત મૂકી હતી. જ્યારે બાકીની રકમ કામ પૂરું થાય ત્યાર પછી ચૂકવવાની હતી. જેથી અમે તેને અડધી રકમ ચૂકવી આપી હતી. સેલ્વીને વિઝા સ્ટીકર સહિતના કેટલાક ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. જે સ્ટીકર અમે વિદેશમાં રહેતા અમારા સંબંધીને મોકલતા તેમને આ સ્ટીકર ફ્રોડ હોવાનું કહ્યું હતું. 

ચોકસીએ કહ્યું છે કે, અમે આ બાબતે સેલ્વીન મેકવાન ને વાત કરતા તેમણે અઢી લાખ રૂપિયા પરત કર્યા હતા. જ્યારે બાકીની 12.57 લાખની રકમ આજ સુધી પરત કરી નથી. જેથી ફતેગંજ પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.