વિરપુર બેંક ઓફ બરોડાના કેશિયરે ખાતેદારોની જમાપુંજી ઓનલાઇન ગેમિંગમાં ઉડાવી દીધી
- મૂળ રાજસ્થાનના કેશિયરે 2019 થી 2025 દરમિયાન અનેક ખાતેદારો સાથે વિવિધ રીતે છેતરપિંડી કરી રૂપિયા 42 લાખનું કૌભાંડ આચર્યુ
આ દરમિયાન એવી વિગતો જાણવા મળે છે કે બેન્કના અધકારીઓ સથે પુછપરછ દરમિયાન કેશિયર જયસુખરામ બાબુલાલે લોકોની જમાપુંજી ચાઉ કરી ગયા બાદ આ તમામ રકમ એટલે કે રૂ. ૪૨ લાખ ઓનલાઇન ગેમીંગમાં ઉડાવી દીધા છે.વિરપુર બેન્ક ઓફ બરોડાના મેનેજર વેદપ્રકાશ છાજુસિંહ યાદવે જણાવ્યું હતુ કે, બેન્કમાં કેશિયર તરીકે જયસુખરામ બાબુલાલ (રહે. ભેડ, તા. ખીમસર, જિ. નાગોર, રાજસૃથાન, હાલ રહે. અંબીકા સોસાયટી વિરપુર) ૨૦૧૯ થી ફરજ બજાવે છે. જયસુખને બેન્ક દ્વારા રોકડની લેવડ દેવડ સહિતની વિવિધ ફરજો સોંપવામાં આવી હતી.
આ દરમિયાન જયસુખે ખોટી એફડીઆર બનાવી તથા રોકડ લેવડ દેવડમાં ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ મળી હતી. જે અંગે તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં જયસુખરામ બાબુલાલે ગ્રાહકોના નાણા સ્વીકારી ખોટા એફડીઆર સર્ટીફિકેટ બેન્કો સિક્કો મારી, નાણા જમા કર્યાની રોકડ ડિપોઝીટ સ્લીપ સ્વીકારી ખાતેદારના ખાતામાં જમા નહીં કરી તથા ગ્રાહકોના ચેક લઇ ચેકમાં દર્શાવેલી રકમ ધારણકર્તાના ખાતામાં ડેબીટ કરી ખાતેદારના નાણા નહીં આપી પોતાના અંગત કામમાં ઉપયોગ કર્યા હતાં.
5 વર્ષથી ચાલતા કૌભાંડની બેન્ક મેનેજરને ગંધ ન આવી
વિરપુર બેન્ક ઓફ બરોડાના કેશિયર જયસુખરામે એક બે નહીં પરંતુ અનેક ખાતેદારોના નાણા ખિસ્સામાં સેરવી લીધાં હતાં. પ્રાથમિક તપાસમાં જ આ આંકડો ૪૨ લાખ સુધી પહોંચી ગયો છે. હજુ કેટલા થશે? તે પોલીસ તપાસમાં બહાર આવશે. જયસુખ વર્ષ ૨૦૧૯થી બેન્કમાં નોકરી કરે છે અને ૨૦૨૫ ના વર્ષ સુાધીમાં તેણે સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો છે. આમ છતાં બેન્ક મેનેજર સંપૂર્ણ અંધારામાં રહ્યાં તે આશ્ચર્યની બાબત છે.
છેતરપિંડીનો ભોગ બનેલા ખાતેદારો
- રમીલાબહેન પ્રતાપભાઈ વાળંદની બે એફડીના રૂ. ૫ લાખ.
- ભારતીબહેન હસમુખભાઈ પટેલની કુલ સાત એફડીના રૂ.૧૫ લાખ.
- જેસીંગભાઈ સુખાભાઈ પરમારની એફડીના ૪ લાખ.
- જેસીંગભાઈ સુખાભાઈ ખાંટના રૂ. ૩ લાખ.
- જીવાભાઈ શનાભાઈ ભોઇના રૂ. ૧.૫ લાખ.
- ભરતકુમાર કાળીદાસના રૂ. ૨ લાખ
- રાકેશકુમાર ચુનીલાલ ધોબી રૂ. ૨ લાખ.
- પરસોત્તમભાઈ નાથાભાઈ પટેલના રૂ.૫૦ હજાર.
- ભોલેનાથ ટેક્સ ટાઇલ્સ એન્ડ એમ્પોરીયમના રૂ.૫૦ હજાર.
તા.૧૫મી એપ્રિલે એક ખાતેદાર એફડી સર્ટિ. લઇને આવ્યા અને ભાંડો ફૂટયો
તા. ૧૫મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ ખાતેદાર રમીલાબહેન વાળંદના પતિ પ્રતાપભાઈ બેંકમાં આવ્યાં હતાં અને બે અલગ અલગ રૂ.૫ લાખની એફડી બતાવી હતી. આ એફડીનું ચેકીંગ કરતાં તે બોગસ હતી. આ એફડીના સર્ટીફિકેટ વેરીફાઇ કરતાં શાખાના કેશીયર જયસુખરામ બાબુલાલે બનાવી આપ્યાં હતાં. આ અંગે તાત્કાલિક દાહોદ રીજનલ ઓફિસને જાણ કરતાં જયસુખરામનું આઈડી બ્લોક કરી દેવામાં આવ્યું હતું. આ અંગે જયસુખનો ખુલાસો પુછતાં તેણે ખોટી એફડીઆર તાૃથા ડીપોઝીટ સ્લીપ, વિડ્રોવલ સ્લીપ, ચેક વિડ્રોવલ વિગેરે નાણાની લેવડ - દેવડ બાબતે ગેરરીતિ આચરી હોવાની કબુલાત કરી હતી