Gujarat

માંડલમાં 6 ગામનું 'વિરાટ હિન્દુ સંમેલન' યોજાયું

By GS TEAM
3 Mar 20261 min read
માંડલમાં 6 ગામનું 'વિરાટ હિન્દુ સંમેલન' યોજાયું

માંડલઃ હિન્દુ સમાજમાં નવી ઉર્જા અને સામાજિક સમરસતા લાવવાના હેતુથી માંડલના સ્વામીજી આશ્રમમાં માંડલ,વરમોર, વિંઝુવાડા, મીઠાપુર, સાદરા અને નવાગામ ગામનું વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. જેમાં યુવાનો અને ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. કાર્યક્રમમમાં મહામંડલેશ્વર રામેશ્વરદાસજી મહારાજ અને અન્ય સાધુ-મહંતોએ સનાતન ધર્મ અને સંસ્કૃતિના જતન માટે આહ્વાન કર્યું હતું. વક્તાઓએ બાળકોમાં ભારતીય સંસ્કારોનું સિંચન કરવા, પશ્ચિમી સંસ્કૃતિ ત્યાગવા અને સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો.