વિરમગામ એસટી ડેપોને 6 નવી બસ મળી
વિરમગામ - ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા વિરમગામ એસટી ડેપોને નવી ૬ એસટી બસ ફાળવવામાં આવતા આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિરમગામ એસટી ડેપો મેનેજર, કર્મચારીગણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીએ છે કે વિરમગામ એસટી ડેપોને બે વર્ષમાં ૧૫ જેટલી નવી બસ મળી છે. નવી ફાળવેલી બસો શંખેશ્વર, ગાંધીનગર, લીંમડી, રાધનપુર સહિતના રૃટ ઉપર દોડશે.