Get The App

વિરમગામના રિક્ષા ચાલકે સોનાના દાગીના, રોકડ ભરેલો થેલો પરત કર્યો

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામના રિક્ષા ચાલકે સોનાના દાગીના, રોકડ ભરેલો થેલો પરત કર્યો 1 - image


નાના માણસની મોટપ

ઉઘરોજ ગામની મહિલાનો દાગીના-રોકડ ભરેલો થેલો રસ્તામાં પડી ગયો હતો

વિરમગામ -  આજના ઓનલાઇન છેતરપિંડીના જમાનામાં પણ હજુ માનવતા અને પ્રામાણિકતા વિરમગામ પંથકમાં જોવા મળી છે. શહેરના એક રિક્ષા ચાલકને સોનાના દાગીના, રોકડ રૃપિયા અને કપડા ભરેલો થેલો મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી છે.

સમાજમાં એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં નજર ચૂકવી શખ્સો રૃપિયાની ઉઠાંતરી કરે છે અને સોનાના દાગીનાની ચિલઝડપ કરે છે. જ્યારે બીજીતરફ સમાજમાં એવા પણ લોકો છે જે પોતાની પ્રામાણિકતા દાખવી માનવતા મહેકાવે છે. બનાવ એવો બન્યો હતો કે ઉઘરોજ ગામના નયનાબેન હરેશભાઈ વાઘેલા હાંસલપુર સેરેશ્વર ગામથી ઉઘરોજ બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે સોનાના દાગીના, રોકડ રકમ અને કપડા સાથેનો થેલો રસ્તામાં પડી ગયો હતો. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી.

દરમિયાન વિરમગામ શહેરના તાઈવાડા ખાતે રહેતા રિક્ષા ચાલક અબ્દુલભાઈ હુસેનભાઇ તાઈ વિરમગામ રિક્ષા લઇ પરત આવી રહ્યા હતા ત્યારે તેમને રોડ ઉપરથી કાપડનો થેલો મળી આવ્યો હતો. થેલાની અંદર સોનાના દાગીના રોકડ રકમ રૈયાપુર પોલીસ ચોકીમાં ફરજ ઉપરના પોલીસ કર્મચારીની હાજરીમાં મૂળ માલિકને શોધી સોનાના દાગીના, રોકડ રકમ, કપડા સાથેનો થેલો નયનાબેન હરેશભાઈ વાઘેલાને રૈયાપુર પોલીસ ચોકીના ફરજ પરના પોલીસ કર્મચારીની હાજરીમાં સુપ્રત કરવામાં આવ્યો હતો.

Tags :