યુવતી પર બળાત્કાર ગુજારી નવ વર્ષથી લગ્ન નહિ કરનાર વિલ્સન જેલમાં ધકેલાયો
વડોદરાઃ યુવતી પર બળાત્કાર ગુજારી નવ વર્ષથી લગ્ન નહિ કરી શોષણ કરનાર દશરથના વિલ્સન સોલંકીને આજે જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
પોલીસના કહ્યા પ્રમાણે,પીડિતા જ્યારે ધોરણ-૧૧માં હતી ત્યારે વિલ્સન તેના સંપર્કમાં આવ્યો હતો અને કારમાં પાવાગઢ લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.ત્યારબાદ તેણે લગ્નની ખાતરી આપી હતી અને પોતાને ઘેર પણ લઇ ગયો હતો.
વિલ્સન પરિણીત હોવાની અને એક સંતાન હોવાની જાણ થતાં પીડિતાને ઝઘડો થયો હતો.ત્યારબાદ વિલ્સને પહેલી પત્નીને ડીવોર્સ આપ્યા હતા.પરંતુ તેણે પીડિતા સાથે લગ્ન કર્યા નહતા અને ત્રીજી યુવતી સાથે લગ્ન કરી લેતાં પીડિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
છાણી પોલીસના પીઆઇ જે એન પરમારે આરોપીની ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ લીધો હતો.તેમણે એક ટીમને પુરાવા એકત્રિત કરવા માટે કામગીરી સોંપી છે.રિમાન્ડ પુરા થતાં વિલ્સન વિનોદભાઇ સોલંકી(પંચમ ગ્રીન્સ,દશરથ તળાવ પાસે,વડોદરા)ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.