Get The App

શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી 1 - image


જમીન માફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી

જનસભામાં નરસિંહજી મંદિરની જમીન પરત મેળવવા માટે લડતના મંડાણ કરી દેવાયા ઃ હવે આગામી કાર્યક્રમ નક્કી થશે

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા શેરથા ગામમાં  શ્રી નરસિંહજી મંદિરની અંદાજિત ૫૦૦ કરોડ રૃપિયાની જમીન ભૂમાફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી પડાવી લેવામાં આવી છે ત્યારે આ મામલે આજે ગામમાં મોટી જનસભા યોજાયા બાદ આક્રોશ રેલી યોજાઇ હતી અને ન્યાય માટે ગ્રામજનોએ છેક સુધી લડી લેવાનો નિર્ધાર કરીને લડતના મંડાણ શરૃ કરી દીધા હતા.

ગાંધીનગર જિલ્લામાં હાલ ભૂમાફિયાઓનો તરખાટ વધી રહ્યો છે અને નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ કરી રહ્યા છે ત્યારે હવે ધામક ટ્રસ્ટોની જમીન પણ પચાવવા માટે મેદાને પડયા છે. અધિકારીઓની મિલીભગતને કારણે આવા માફીયાઓ જમીનો હડપ કરી રહ્યા છે પરંતુ તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં શ્રી નરસિંહજી મંદિર ટ્રસ્ટની ૫૦૦ કરોડ રૃપિયાની બજાર કિંમત ધરાવતી જમીન ભૂમાફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી કહેવાતા ગણોતિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી છે. આ માટે ગ્રામજનોએ સ્પેશિયલ કેસ તરીકે તટસ્થ તપાસ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી ત્યારે આજે શેરથાના ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને મંદિર ખાતે જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં આ જમીન પરત મેળવવા માટે લડત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બે કિલોમીટર લાંબી મૌન રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. આ જમીન પરત મેળવવા માટે લડત ચલાવવામાં આવશે. જેમાં સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેમજ અધિકારીઓને પણ આ મામલે સત્યનો સાથ આપવા માટે રજૂઆત કરવામાં આવશે. ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નરસિંહજી મંદિર એ વર્ષો જૂનું ટ્રસ્ટ છે. ગોમતીદાસ મહારાજે નેપાળથી લાવીને મૂત પ્રસ્થાપિત કરી હતી ત્યારબાદ આઝાદીના આંદોલનની અંદર ડોક્ટર સુમન મહેતાનો જે આશ્રમ હતો અને જ્યાંથી આઝાદીની લડાઈની શરૃઆત થઈ હતી એ જ નરસિંહજી મંદિરને ગાયકવાડ સરકારે નિભાવ માટે ૭૦ વીઘા જમીન આપી હતી. આ જમીનમાં કેટલાક ગામના તત્વોએ ભેગા થઇ ભૂમાફિયાઓ દ્વારા એક બે ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીપળામાં કોરોના કાળ દરમિયાન જમીન હડપ કરવાનું કાવતરું કરવામાં આવ્યું હતું.

Tags :