GSFCમાં કોન્ટ્રાકટ કર્મીઓને છૂટા કરી દેવાતા ગ્રામજનો દ્વારા હલ્લાબોલ
વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલી જીએસએફસી કંપનીમાંથી કોન્ટ્રાક્ટના અનેક કર્મીઓને આઠેક મહિનાથી છૂટા કરી દેવાયા છે. પરિણામે દશરથ ગામના અનેક લોકો અને મહિલાઓએ જીએસએફસી ગેટ બહાર એકત્રિત થઈને ભારે સૂત્રોચાર કરી હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરીને કોર્ટના હુકમનું પાલન કરવાની માંગ સાથે રાજ્ય સરકાર સમક્ષ પણ કરેલી માંગ અંગે પણ કોઈ નિર્ણય નહીં આવવાથી રોષે ભરાયેલા દશરથ ગામના મોટી સંખ્યામાં એકત્ર જીએસએફસી ગેટ બહાર ભારે સૂત્રોચાર કરીને ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત કામદાર સંઘ હેઠળ આંદોલન શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તર છેવાડે આવેલી જીએસએફસી કંપનીના પ્રારંભથી જ નજીકના દશરથ ગામના અનેક કર્મીઓને કોન્ટ્રાક્ટ પર નોકરીએ રાખવામાં આવ્યા હતા ત્યારે જાતજાતના લોભામણા વચનો પણ મેનેજમેન્ટ દ્વારા અપાયા હતા. વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા અનેક કર્મચારીઓ છેલ્લા આઠ મહિનાથી કોઈપણ કારણ જણાવ્યા વિના અચાનક છુટા કરી દેવાયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જોકે રાજ્ય સરકાર સમક્ષ પણ કોન્ટ્રાક્ટ કર્મીઓના પરિવારજનો સહિત ગ્રામજનોએ રાજ્ય સરકાર સમક્ષ પણ લેખિત અને મૌખિક રજૂઆતો વારંવાર કરી હતી. જેથી સરકારે જણાવ્યું હતું કે નિર્ણય ગ્રામજનોની ફેવરમાં જ આવશે તેવું આશ્વાસન આપ્યું હોવાનું કર્મીઓના પરિવારજનો અને ગ્રામજનોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અદાલત દ્વારા પણ કર્મીઓની ફેવરમાં થયેલા હુકમનું જીએસએફસી મેનેજમેન્ટ પાલન નહીં કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
દરમિયાન છેલ્લા આઠ મહિનાથી તમામ કોન્ટ્રાક્ટના કર્મીઓને કોઈપણ જાતનું કારણ આપ્યા સિવાય અચાનક છુટા કરી દેવા હતા દશરથ ગામના તેમના પરિવારજનો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. જ્યારે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટ કર્મીઓની તરફેણમાં આજે જીએસએફસી ગેટ બહાર બેનરો અને પોસ્ટરો લઈને મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જીએસએફસી ગેટ બહાર મેનેજમેન્ટ સામે ભારે હલ્લાબોલ કરીને ન્યાય આપવા પણ ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત કામદાર સંઘના નેજા હેઠળ આંદોલન શરૂ કર્યું છે.