Gujarat

બોરીસણા અને સઈજ ગામને કલોલ પાલિકામાં સમાવાતાં ગ્રામજનોનો વિરોધ

By GS TEAM
26 Dec 20251 min read
બોરીસણા અને સઈજ ગામને કલોલ પાલિકામાં સમાવાતાં ગ્રામજનોનો વિરોધ

લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

ત્રણ મહિના પહેલાં સરપંચ પદની ચૂંટણી બાદ બંને ગામોને પાલિકામાં ભેળવાતાં વ્યાપક રોષ

કલોલ :  કલોલ નગરપાલિકામાં બોરીસણા ગામ અને સઈજ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે બંને ગામોને કલોલ નગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા છે જેના કારણે આ બંને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે  આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા તાજેતરમાં જાહેરનામું બહાર પાડીને સઇજ અને બોરીસણા ગામને પાલિકામાં સમાવી વહિવટી પ્રક્રિયા શરૃ કરાઇ છે ત્યારે બંને ગામોના વિકાસ માટે તાજેતરમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઇ હતી.

જેમાં નવી વહિવટી પાંખ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો હતો અને ગામના વિકાસ માટે જરૃરી તમામ પગલાં સરપંચ અને સભ્યો દ્વારા કરવામાં આવતાં હતા. આ ઉપરાંત બંને ગામના રોજીંદા જીવન વ્યવહાર અને રોજગારી સામાજીક વ્યવસ્થાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ હોવાનો આક્ષેપ કર્યો હતો. કલોલ નગરપાલિકા દ્વારા પણ વહીવટીય કામગીરી હાથ ધરવામાં આવી છે અને બંને ગ્રામ પંચાયતોમાંથી કામગીરી શરૃ કરી દેવામાં આવી છે ત્યારે આ બંને ગામોના લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.