Gujarat

કતપર ગામે લાઈન રિપેરીંગના વાંકે ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી

By GS TEAM
9 Nov 20251 min read
કતપર ગામે લાઈન રિપેરીંગના વાંકે ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી

- 3 વિસ્તારની સાડા 5 હજારની વસતીનો પાણી માટે વલોપાત

- પીવીસીના બદલે લોખંડની લાઈન નાંખવાથી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી આવી શકે

મહુવા : મહુવા તાલુકાના કતપર ગામે પાણીની લાઈનનું રિપેરીંગ કરવામાં ન આવતા સાડા પાંચ હજારથી વધુ લોકો પાણી માટે વલોપાત કરી રહ્યા છે.

કતપર ગામના બંદર, લાઈટ હાઉસ અને બીપીએલ આવાસ વિસ્તારને પીવાનું પાણી પૂરૂં પાડતી લાઈન ગત તા.૨૫-૧૦ના રોજ માલણ બંધારો ઓવરફ્લો થવાના કારણે દરિયામાં તણાઈ ગઈ છે. તેમ છતાં લાઈન રિપેરીંગ કરવામાં થઈ રહેલી આળસના કારણે આ વિસ્તારમાં રહેતા ગ્રામજનોને છેલ્લા એક પખવાડિયાથી પીવાનું પાણી મળી રહ્યું નથી. પાણીની સમસ્યા અંગે ગામના સરપંચે પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર અને મહુવા તા.પં.ની નોંધણી શાખાને લેખિતમાં રજૂઆત કરી વહેલી તકે લાઈનનું રિપેરીંગ કરી પાણીનું વિતરણ કરવામાં આવે તેમજ હાલ જે પીવીસી લાઈન છે, તેના બદલે લોખંડની લાઈન નાંખવામાં આવે માંગ કરી હતી.