Get The App

પ્રાથમિક સુવિધા ન મળતા ટીકર ગ્રામ સભામાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
પ્રાથમિક સુવિધા ન મળતા ટીકર ગ્રામ સભામાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો 1 - image

- પાણી, ગટર અને ઘાટીલા પુલની સમસ્યા સભામાં ગુંજ્યા

- તલાટી જવાબ ન આપી શકતા ગ્રામજનો રોષે ભરાયા : પ્રાથમિક સુવિધા નહીં મળે તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિદાવદવાળી કરવાની ચીમકી

હળવદ : હળવદ તાલુકાના ટીકરમાં ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં પાણી, ગટર અને ઘાટીલા પુલની સમસ્યા ગ્રામસભામાં ગુંજ્યા હતા. જોકે, સભામાં હાજર તલાટી જવાબ ન આપી શકતા ગ્રામજનોએ હોબાળો માચાવ્યો હતો.

ટીકર ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં વર્ષો જુની પીવાના પાણીની સમસ્યા, ગટર વ્યવસ્થાની સમસ્યા, જુના ધાટીલાવાળા પુલની સમસ્યા સહિતના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ગુંજ્યા હતા. જોકે, હાજર તલાટી સવાલોના જવાબ નહીં આપી શકતાં પાયાની સુવિધાથી વંચિત ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો અને પ્રાથમિક સુવિધા પુરી પાડવા માંગ કરી હતી. 

ટીકરના ગ્રામજનોએ હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનો વિરોધ કર્યો હતો અને માત્ર નકરી વાતો કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં ગ્રામજનો આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપનો રોકડું પરખાવી દેવાની ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે હળવદ તાલુકામાં ટીકર અને ચરાડવા બંને મોટી ગ્રામ પંચાયત છે. આ બંને ગ્રામ પંચાયત પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં સદ્દંતર નિષ્ફળ ગઇ છે. તાજેતરમાં વડાપ્રધાનના જન્મદિવસે ચરાડવામાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો કાર્યકમ હતો. જેમાં ચરાડવા ગામના લોકોએ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને પાયાની સુવિધા પુરી પાડવા માંગ કરી હતી.