વિરપુર તાલુકાના દાતિયા ગામના કાચા માર્ગથી ગ્રામજનો પરેશાન
- વરસાદ પડતાં જ કાદવ કીચડથી અવર જવર માટે મુશ્કેલી પડતા તાકીદે સમસ્યા ઉકેલવાની માંગણી
વિરપુરના કોયડમ ગ્રામ પંચાયત દાંતિયા ગામે કાચા રસ્તાથી ગ્રામજનોને મુશ્કેલી પડે છે. ચોમાસામાં કાદવ - કિચ્ચડનું સામ્રાજ્ય છવાઇ જતાં અવર જવર બંધ થઇ જતાં તાત્કાલિક પાકો રસ્તો બનાવવા ગ્રામજનોમાં માગણી ઉઠી છ. દાતિયા (કોયડમ)ના દાતિયા મુવાડા વિસ્તારમાં અંદાજે ૧૧૦૦ વસતી છે. જ્યારે નજીકના નાંસલાઇ વિસ્તારની અંદાજે ૧૨૮૦ વસતી પણ આ માર્ગનો નિયમિત ઉપયોગ કરે છે. દાંતિયા ગામથી સ્મશાન સુધી જતો રસ્તો લાંબા સમય પહેલા કાચા માર્ગ તરીકે બનાવ્યો હતો. જે માર્ગ અધૂરો છે અને ડામર રોડના અભાવે ગંભીર હાલતમાં ફેરવાયો છે.
ખાસ કરીને વરસાદના દિવસોમાં આ માર્ગ સંપૂર્ણ બિસ્માર થઇ જાય છે. ગ્રામજનો સ્મશાન માટે તેમજ દાંતિયા - નાંસલાઇ મુવાડા વચ્ચે નિયમિત અવર જવર માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. જો આ માર્ગ પાક્કો બનાવે તો દાંતિયા અને નાંસલાઇ મુવાડા વચ્ચે નિયમિત અવર જવર માટે આ રસ્તાનો ઉપયોગ થાયે. તેમજ દાંતિયા અને નાંસલાઇ વચ્ચેનું લગભગ ૨ કિલોમીટરનું અંતર ઘટાડી શકાય અને ગામ લોકો માટે સરળ થઇ શકે છે.આ માર્ગનું ડામર રોડ રૂપને સુધારક કાર્ય ગ્રામ્ય વિકાસ યોજના હેઠળ અથવા અન્ય સરકારી ગ્રાન્ટ હેઠળ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માગણી કરી છે.