Gujarat

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

By GS TEAM
29 Apr 20262 mins read
TukuTouch Logo
સાંસદ પૂનમબેન માડમ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, શહેરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરીએ જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ચાંદીબજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

Jamnagar Corporation Election : જામનગર શહેરના ઐતિહાસિક ચાંદીબજારના ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના વિજેતા કોર્પોરેટરો દ્વારા સતત સાતમી વખત ભવ્ય “વિજય વિશ્વાસ સમારોહ” યોજાયો હતો, જેમાં શહેર અને જિલ્લા ભાજપના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ વિજય સમારોહમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર મહાનગર ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ રાજકોટના અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જિલ્લાના અને શહેરના ભાજપના હોદેદારો, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્યો લાલજીભાઈ સોલંકી, મનહરભાઈ ઝાલા, જામનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખઓ, પૂર્વ મેયરઓ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

સમારોહ દરમિયાન મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી બનેલા તમામ વોર્ડના 60 કોર્પોરેટરોનું સન્માન કરવામાં આવ્યું હતું, અને તમામની ઓળખ અને ફોટોસેશન કરવામાં આવ્યું હતું. ચાંદીબજાર ચોક કાર્યકરો અને સમર્થકોની ભારે ભીડથી છલકાઈ ઉઠ્યો હતો, જ્યાં તમામ વિજેતા ઉમેદવારો વતી ભાજપના અગ્રણીઓએ જનતા જનાર્દનનો આભાર માનતા ઉર્જાસભર સંબોધન આપ્યું હતું.

આ પ્રસંગે ચૂંટણીમાં પરાજિત થયેલા પરંતુ હિંમતપૂર્વક મુકાબલો આપનાર ઉમેદવારોને પણ મંચ પર સ્થાન આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમની વિશેષતા રહી હતી. સમારોહ દરમિયાન તમામ આગેવાનોએ જામનગર શહેરના મતદારોનો વિશ્વાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને વિકાસના કાર્યને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અંતમાં રાષ્ટ્રગાન સાથે વિજય વિશ્વાસ સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું.