Get The App

વિજય હજારે ટ્રોફી - રાજકોટમાં રનનો વરસાદ, બરોડાનો હૈદરાબાદ સામે ૩૭ રને વિજય

૪૧૭૨નના લક્ષ્યાંક સામે હૈદરાબાદ ૩૮૦ ૨ને ઓલઆઉટ

કૃણાલ પંડયાની વિસ્ફોટક નોટઆઉટ ઇનિંગ, અતિત શેઠ અને મહેશ પીઠિયાની ત્રણ-ત્રણ વિકેટ

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
વિજય હજારે ટ્રોફી - રાજકોટમાં રનનો વરસાદ, બરોડાનો હૈદરાબાદ સામે ૩૭ રને વિજય 1 - image

વિજય હજારે ટ્રોફીમાં આજે રાજકોટના સનોસરા ગ્રાઉન્ડ ખાતે રમાયેલી એલાઇટ ગ્રુપ-બીની મેચમાં બરોડા અને હૈદરાબાદ વચ્ચે રનોથી ભરપૂર રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. બરોડાએ હૈદરાબાદને ૪૧૭ રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં હૈદરાબાદની ટીમ ૪૯.૫ ઓવરમાં ૩૮૦ રન બનાવી ઓલઆઉટ થઈ જતા બરોડાનો ૩૭૨ને વિજય થયો હતો.

હૈદરાબાદે ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ૫૦ ઓવરની મેચમાં બરોડાએ ૪ વિકેટના નુકસાને ૪૧૬ રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. બરોડાના બેટ્સમેનોએ તોફાની બેટિંગ કરી હૈદરાબાદના બોલરો પર દબદબો જમાવ્યો હતો. ૪૧૭ રનના લક્ષ્યાંક સામે હૈદરાબાદની ટીમે પણ આક્રમક શરૂઆત કરી હતી, પરંતુ સતત વિકેટો પડતા તેઓ ૩૮૦ રન સુધી જ પહોંચી શક્યા હતા.

વડોદરાના લેફ્ટ હેન્ડ બેટ્સમેન નિત્ય પંડ્યાએ પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન કરી ૧૧૦બોલમાં ૧૨ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૧૨૨ રન ફટકારી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે કૃણાલ પંડ્યાએ ૬૩ બોલમાં ૧૮ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૧૦૯ રનની વિસ્ફોટક ઇનિંગ રમી નોટઆઉટ રહ્યો હતો.આ ઉપરાંત વિકેટકીપર-બેટ્સમેન અમિત પાસીએ ૯૩ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૭ છગ્ગા સાથે ૧૨૭ રનની શાનદાર ઇનિંગ સાથે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

બરોડાની બોલિંગમાં અતિત શેઠ અને મહેશ પીઠિયાએ ૩-૩વિકેટ ઝડપી હતી, રાજ લીંબાણીએ રવિકેટ સાથે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જ્યારે કરણ ઉમટ્ટએ પોતાની આ ડેબ્યૂ મેચમાં ૨ વિકેટ ઝડપી હતી.

વિજય હજારે ટ્રોફી - રાજકોટમાં રનનો વરસાદ, બરોડાનો હૈદરાબાદ સામે ૩૭ રને વિજય 2 - image

૧૯ વર્ષના નિત્ય પંડયાની ડેબ્યૂમાં ધમાકેદાર સદી

મુળ રાજસ્થાનનો અને હાલ વડોદરાના લાલબાગ બ્રિજ પાસે રહેતો નિત્ય પંડયા છેલ્લા ૧૨ વર્ષની ઉંમરથી મોતીબાગ ખાતે ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં બરોડાની ત્રીજી મેચમાં મળેલી તકનો તેણે પુરેપુરો લાભ લઈ પહેલી જ મેચમાં સદી ફટકારી હતી.

નિત્ય બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે સમર્પિત છે

નિત્ય પંડ્યાના કોચ કેતન પંચાલે જણાવ્યું હતું કે, નિત્ય બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે સમર્પિત છે. તેની ડિસિપ્લિન અને સતત હાર્ડવર્કનું આ પરિણામ છે. વર્ષ ૨૦૨૪-૨૫દરમિયાન કૂચ બિહાર ટ્રોફીમાં અંડર-૧૯માં તેણે ૮૫૦ રન કર્યા હતા તેમજ ઓસ્ટ્રેલિયા સામેની ઇન્ડિયા અંડર-૧૯ ટેસ્ટ મેચમાં બે અર્ધસદી ફટકારી હતી. તેની આ સિદ્ધિ તમામયુવા ક્રિકેટરો માટે પ્રેરણાદાયી છે.

અમિત પાસીની ૧૨૭ રનની ઇનિંગ, પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ

બરોડાના અમિત પાસીએ આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો હતો. તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમા તેણે પોતાના ટી ૨૦ ડેબ્યૂમાં ૫૫ બોલમાં ૯છગ્ગા અને ૧૦ ચોગ્ગા ૧૧૪૨ન ફટકારી વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી.