Gujarat

માંડલ-દેત્રોજ પંથકમાં 5 દિને વિઘ્નહર્તાનું વિસર્જન, હજુ અનેક ઘરમાં તેમજ સાર્વજનિક ગણેશોત્સવનો ઉમંગ

By GS TEAM
2 Sep 20251 min read
માંડલ-દેત્રોજ પંથકમાં 5 દિને વિઘ્નહર્તાનું વિસર્જન, હજુ અનેક ઘરમાં તેમજ સાર્વજનિક ગણેશોત્સવનો ઉમંગ

માંડલઃ  માંડલ, દેત્રોજ, રામપુરા સહિતના પંથકમાં શેરી-મહોલ્લાઓમાં સાર્વજનિક ઉત્સવો તેમજ લોકોએ ઘેરઘેર ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. માંડલના અતિથી ભુવનમાં ખંભલાય પરિવાર દ્વારા ગણેશ ઉત્સવ ધુમધામપુર્વક ઉજવાઈ રહ્યો છે, સોસાયટી વિસ્તારમાં રહીશોના ઘેરઘેર ગણપતિ બાપાની પુજા-અર્ચના સાથે ધામક ઉત્સવો લોકો દ્વારા ઉજવવામાં આવે છે. બંને તાલુકા મથકના વિસ્તારોમાં ક્યાંક ત્રણ કે પાંચ દિને ગણપતિ બાપ્પાનું નજીકના જળાશયોમાં વિસર્જન કરાયું છે. બાકી તમામ ગણેશ પંડાલોના ગણપતિ બાપ્પાનું વિસર્જન બીજા ભાગમાં એટલે કે, ભાદરવા સુદ-૧૪ ના રોજ શોભાયાત્રા સહિતના આયોજનો બાદ પુર્ણ કરાશે.