એક્સપ્રેસ-હાઈવે પર ટુ વ્હીલર વાહન ચાલકો પર પ્રતિબંધ છતાં અનેકવાર દેખાતા અકસ્માતની દહેશત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad-Vadodara Expressway : વડોદરા-અમદાવાદ વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે માત્ર ફોર વ્હીલર અને તેનાથી મોટા વાહન ચાલકો માટે જ છે. આમ છતાં પણ વારંવાર કેટલાક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર હંકારીને ચાલકો બિન્દાસ રીતે ઘુસી જતા હોય છે. આવા અનેક કિસ્સા બનતા હોવા છતાં ટોલ તંત્ર દ્વારા સરેઆમ આખ આડા કાન કરતા હોવાથી ક્યારેક મોટો અકસ્માત સર્જાતા જાનહાની પણ નિવારી શકાતી નથી.
ઉલ્લેખનીય છે કે વડોદરા અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસ હાઇવે પર સમય બચાવવાના ઇરાદે માત્ર મોટર કાર અને તેનાથી મોટા વાહનોને જ પ્રવેશ આપવામાં આવે છે. આ અંગે વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ પણ વસૂલ કરવામાં આવે છે.
આમ છતાં પણ કેટલાક નાના વાહનો ટુ-વ્હીલર કે પછી રીક્ષા જેવા થ્રી વ્હીલરના ચાલકો પોતાનો સમય બચાવવાના ઇરાદે એક્સપ્રેસ હાઈવે પર પહોંચી જતા હોય છે. જ્યારે બીજી બાજુ આવા નાના વાહનો આ એક્સપ્રેસ હાઈવેના રોડ પર પસાર થતાં અન્ય વાહનોના રોડ રસ્તા પર પણ આવી જતા હોય છે. આવા વાહનોની સ્પીડ ઓછી હોવાના કારણે પાછળથી આવતા મોટા વાહનચાલકોને ફરજિયાત પણે પોતાના વાહનની ગતિ ઘટાડવી પડે છે. પરિણામે કેટલીયવાર ગંભીર અકસ્માતો થતા પળભરમાં નાના વાહન ચાલકોનો આબાદ બચાવ થઈ જતો હોય છે.
જ્યારે બીજી બાજુ બિન્દાસ રીતે એક્સપ્રેસ હાઈવે પર આવા નાના વાહન ચાલકો ઘુસી જતા હોય છે. આમ છતાં ટોલ તંત્રની આંખમાંથી છટકી શકે નહીં છતાં પણ ટોલ તંત્ર આંખ આડા કામ કરીને આવા નાના વાહન ચાલકોને કોઈપણ ઇરાદે રોકતા નથી. આમ આવા નાના વાહન ચાલકોને નહિં રોકવા પાછળના કારણ બાબતે જો તપાસ થાય તો સાચી હકીકત બહાર આવે તેમાં બેમત નથી.









