VIDEO : જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે CCTV ફૂટેજ આવ્યા સામે, પોલીસે વડોદરા કોચિંગ ક્લાસ માર્યું સીલ
સ્ટેક વાઇસ ટેકનોલોજી કોચિંગ ક્લાસને સીલ મારી દેવામાં આવ્યો
વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા
વડોદરા, તા. 29 જાન્યુઆરી, 2023
આખા રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષના પેપર લીકને લઈને હોબાળો મચી ગયો છે ત્યારે સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં વડોદરા રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વડોદરા અટલાદરા વિસ્તારમાં પ્રમુખ કોમ્પ્લેક્સમાં આવેલા સ્ટેક વાઇસ ટેકનોલોજી કોચિંગ ક્લાસને સીલ મારી દેવામાં આવ્યો છે. અહીંથી પેપર લીક થયો હોવાના અહેવાલ છે. આ કોચિંગ ક્લાસને સીલ માર્યા બાદ એટીએસ અને વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા જેમાં પણ પેપર લીક કરવામાં કેટલા કર્મચારી દોડધામ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું.
(14:28:00)
એટીએસ અને વડોદરા પોલીસે ગઈકાલે રાત્રે અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રમુખ કોમ્પ્લેક્સમાં ટેક વાઇસ ટેકનોલોજી કોચિંગ ક્લાસ માં દરોડા પાડ્યા હતા અને ક્લાસીસ ને સીલ મારી દીધું હતું સાથે સાથે પોલીસ અને એટીએસએ કોમ્પ્લેક્સ અને ક્લાસીસમાં મુકેલા સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી છે તેમ જાણવા મળે છે.