Get The App

VIDEO: અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ, વાહનચાલકોમાં ફફડાટ

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ, વાહનચાલકોમાં ફફડાટ 1 - image


Bike Stunts Viral Video: અમદાવાદનો પોશ ગણાતો સિંધુભવન રોડ ફરી એકવાર જોખમી સ્ટંટબાજીને કારણે ચર્ચામાં આવ્યો છે. કેટલાક બેફામ યુવકોએ ફિલ્મી ઢબે રસ્તા પર જીવલેણ સ્ટંટ કરી પોલીસ અને ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવ્યા હતા. આ ઘટનાને પગલે અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

નબીરાઓને કોઈની સુરક્ષાની ચિંતા નથી

સિંધુભવન રોડ પર મોડી સાંજે કેટલાક યુવકોએ પોતાની બાઇક પર ખતરનાક કરતબો શરૂ કર્યા હતા. જાણે કોઈ એક્શન મૂવીનું શૂટિંગ ચાલતું હોય તેમ, આ યુવકો ચાલુ બાઇકે સીટ પર ઊભા રહી ગયા હતા અને હાથ છોડીને પૂરપાટ ઝડપે વાહન દોડાવી રહ્યા હતા. રસ્તા પર અન્ય ગાડીઓની અવરજવર હોવા છતાં આ નબીરાઓને કોઈની સુરક્ષાની પડી નહોતી.

આ પણ વાંચો: Watch: અમદાવાદમાં યુવક-યુવતીનો બાઈક પર રોમાન્સ? જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો

યુવકોમાં કાયદાનો ડર ગાયબ!

શહેર પોલીસ દ્વારા અવારનવાર આવા સ્ટંટબાજો સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવે છે, તેમ છતાં આ યુવકોમાં કાયદાનો કોઈ ડર દેખાયો નહોતો. જાહેર માર્ગને પોતાની જાગીર સમજીને કરવામાં આવેલા આ જોખમી કૃત્યથી ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી.