ઉમંગ પટેલનો મિત્ર સાથે દારૃની મહેફિલ માણતો વીડિયો વાયરલ
બાવળા
પાલિકામાં બીજેપીના સદસ્ય અને દંડક
તાજેતરમાં
બાવળાના ભાજપ નેતા દીપક ભટ્ટ પરસોત્તમ રાઇસ મિલમાં દારૃ અને જુગારની મહેફિલ માણતા
ઝડપાયા હતા
બગોદરા
- ગુજરાતમાં કાયદાકીય રીતે દારૃબંધી છે.
તેમ છતાં રાજ્યમાં છાશવારે દારૃના વેચાણથી લઈને, દારૃના નશામાં ધૂત દારૃડિયાઓ નાટક કરતા
જોવા મળે છે. જોકે, આ બધું સામાન્ય પ્રજા દ્વારા કરવામાં આવે
તો પોલીસ પાઠ ભણાવતી પણ જોવા મળે છે. પરંતુ આ વખતે તો ખુદ ભાજપના નેતાનો દારૃ
પાર્ટી કરતો વીડિયો વાઇરલ થયો છે. બાવળા ભાજપના દંડક અને વોર્ડ નંબર ૩ નગરપાલિકાના
કોર્પોરેટર ઉમંગ પટેલનો મિત્ર સાથે દારૃની મહેફિલ માણતા ફોટા અને વીડિયો વાઈરલ થયા
છે.
બાવળા
શહેરમાં ભાજપના હોદ્દેદારો દ્વારા દારૃ અને જુગારની મહેફિલો ચાલુ રાખવામાં આવી
હોવાના અહેવાલો વચ્ચે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં ભાજપ શાસિત
બાવળા નગરપાલિકાના કોર્પોરેટર દીપકભાઈ ભટ્ટ જુગાર રમતા અને નશાની હાલતમાં પોલીસ
દરોડામાં ઝડપાયા હતા. ત્યારે હવે,
બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર ૩ના સભ્ય અને ભાજપના દંડક ઉમંગભાઈ
પટેલનો દારૃની પાર્ટી કરતો વીડિયો વાયરલ થયો છે.
વાયરલ
થયેલા આ વીડિયો બાવળામાં આવેલી ઉમિયા પાર્ટી પ્લોટમાં દારૃની પાર્ટી કરતા હોવાનું
જણાઈ રહ્યું છે. વીડિયોમાં વોર્ડ નં.ત્રણના કાઉન્સિલર ઉમંગ પટેલ તેમના મિત્રો સાથે
દારૃની મહેફિલ માણતા દેખાય છે,
જે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ બાબતે બાવળા પોલીસ
મથકના પીઆઈ ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, 'દારૃની પાર્ટી કરતા વીડિયો અમારી પાસે આવ્યો છે. અમે તપાસ કરાવી, અને વીડિયો ૨૦૨૧નો જૂનો હોવાનું જણાયું છે.' તેમણે
વધુમાં જણાવ્યું હતું કે, 'આ બાબતે અમે કાર્યવાહી કરીશું.'
આ ઘટના બાવળામાં રાજકીય વર્તુળોમાં અને શહેરીજનોમાં ચર્ચાનો વિષય
બની છે. બીજી તરફ પોલીસ તપાસ બાદ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.