સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ
- બંને પક્ષની સામસામે 23 વિરૂદ્ધ અરજી
- ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : ઘટનામાં કોઈને મોટી ઈજા નહીં : 3 લોકોની અટકાયત
સાયલા : સાયલા તાલુકાના જુના જસાપર ગામે એક જ જ્ઞાાતિના બે લોકો સામસામે આવી જતા પથ્થર મારાની ઘટના બનવા પામી હતી. મોટી સંખ્યામાં બે જૂથ સામસામે આવી ગયા હતા. પથ્થરમારાનો સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો હતો.
ઘણા સમયથી બંને પક્ષોનું જુનું મનદુઃખ ચાલ્યું આવે છે. ગઈકાલના રોજ પુનાભાઈ જેઠાભાઇ રાઠોડ પોતાની કાર લઇ જુના જસાપર ગયા હતા. દરમિયાન વિપુલ ઉગા ભાઇ રાઠોડ વાહન લઇન સામેથી આવતા બંને વાહન સામસામે આવી ગયા હતા. જેમાં બંને વચ્ચે નાની-મોટી બોલાચાલી થવા પામી હતી. જ્યારે આ બાબતે બોલાચાલી બાબતે સાંજના જ સમયે સમાધાન થઈ ચૂક્યું હતું. પરંતુ, આજ રોજ સવારના મહિલાઓ દ્વારા કોઈપણ પ્રકારે બોલાચાલી થતા મામલાએ ગંભીર સ્વરૂપ લઈ લીધું હતું. જેમાં બંને પક્ષો દ્વારા પથ્થર મારો તેમજ લાકડીઓના છૂટા ઘા સામસમે કરવામાં આવ્યા હતા. સદનસીબે આ પથ્થરમારાની ઘટનામાં કોઈને મોટી ઇજા થવા પામી ન હતી. આ બાબતની જાણ સાયલા પોલીસને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યારે બંને પક્ષ દ્વારા સાયલા પોલીસ મથકે સામ સામે અરજી આપવામાં આવી હતી. જેમાં એક બાજુ ૧૩ અને બીજી બાજુ ૧૦ લોકો સામે અરજીમાં નામ આપવામાં આવ્યા છે. જેની અંદર કુલ ૨૩ સામે અરજી નોંધાવા પામી છે. જેમાં આઠ જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાયછે ત્યારે આ બાબતે સાયલા પોલીસ દ્વારા કુલ ત્રણ લોકોના અટકાયતી મહિલાના પગલાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરીછે. આ બાબતે કોઈ અન્ય બનાવ ન બને તેને લઈ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે પથ્થર મારા બાબતનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થવા પામ્યો છે.