Get The App

માસ્કના દંડ મુદ્દે SMC કર્મચારીનો બાઈક સવાર સાથે ગાળાગાળીનો વિડીયો વાયરલ

પોલીસની જેમ કર્મચારીએ બાઈકની ચાવી કાઢતા બખેડોઃ ધંધો નથી તો તમે માસ્ક, માસ્ક શું કરો ?એમ કહેતાં કર્મચારીએ પિત્તો ગુમાવ્યો

સુરત મ્યુનિ.ના કર્મચારીની સારી કામગીરી સામે કેટલાકની ખરાબ

Updated: Jul 22nd, 2020

GS TEAM

Google News
Google News

સુરત, તા. 22 જુલાઈ, 2020,  બુધવાર

માસ્ક બરોબર ન પહેર્યું હોવાથી પોલીસની જેમ બાઈકની ચાવી કાઢીને દંડ વસુલવાની કામગીરીથી વિવાદ ઉભો થયો હતો. બાઈક સવારે ધંધો નથી તો તમે માસ્ક માસ્ક શું કરો છે તેમ કહેતાં કર્મચારીએ પિત્તો ગુમાવીને ગાળાગાળી કરી હતી આ વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થતાં સુરત મ્યુનિ.ના કેટલાક કર્મચારીઓની કામગીરી સામે પ્રશ્ન ઉભા થયાં છે.ે

મ્યુનિ.ના કેટલાક કર્મચારીઓ કોરોના યોધ્ધા બની શહેરનો કોરોનાથી બચાવવા કવાયત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક કર્મચારીઓના ઉધ્ધત વર્તનના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માસ્ક નહી પહેરવા બદલ રૃા.500દંડ નક્કી કરાયો છે. અને તેમાં મ્યુનિ.ના કેટલાક કર્મચારીઓ પણ પોલીસની ભૂમિકામાં આવી ગયા છે.

ગત સાંજે મ્યુનિ.ના કર્મચારીઓ બાઈક રોકે છે ચાલકે માસ્ક પહેરેલું છે પણ પાછળ બેઠેલા સવારે માસ્ક બરાબર પહેર્યું નહોતું. તેથી બાઇક સાઇડ પર લેવાનું કહીને ચાવી કાઢવા કર્મચારીઓએ પ્રયાસ કરતા ચાલકે ચાવીન કાઢો કહી બોલ્યો કે, હાલ કોઈ ધંધો નથી અને તમે માસ્ક, માસ્ક શું કરો છો? આ સાંભળીને મ્યુનિ. કર્મચારીઓએ પિત્તો ગુમાવી બાઇક ચાલક સાથે ગાળાગાળી કરી નાંખી હતી. આખી ઘટનાનું વિડીયો રેકોર્ડીંગ થયું હતું અને તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેથી કર્મચારીઓ સામે લોકોમાં રોષ ફેલાયો છે.

ગાળાગાળી કરનારા કર્મચારીને નોટીસ ફટકારી

માસ્ક વગરના બાઇકસવારો સાથે ગાળાગાળી કરનાર મ્યુનિ. કર્મચારી મ્યુનિ.નો ત્રીજા વર્ગનો તાલીમાર્થી ક્લાર્ક સંદિપ વિરાસ હોવાની ઓળખ થઇ છે. ટીમમાં મહિલા સભ્યની હાજરીમાં તેણે ગાળાગાળી કરી હતી. વિડીયો વાયરલ થતા મ્યુનિ. કર્મચારીને ગેરલાયક ઠેરવી છુટા કેમ ન કરવા ? તેનો ખુલાસો કરવા શો-કોઝ નોટિસ આપી છે.

Tags :