સાળંગપુરમાં મંદિરની બહાર શ્રદ્ધાળુ અને મહિલા GRD વચ્ચે ઝપાઝપી, ટ્રાફિક મુદ્દે બોલાચાલી

Botad News : બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામમાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. હનુમાનજી દર્શનાર્થે હજારો ભક્તો આવતા હોય છે, ત્યારે સાળંગપુર ગામે યાત્રાળુ અને મહિલા GRD વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સાળંગપુર હનુમાનજી મંદિરના મુખ્ય ગેટ સામે ગઈકાલે મંગળવારે (28 ઓક્ટોબર) યાત્રાળુ અને મહિલા GRD વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ટ્રાફિકના પ્રશ્નને લઈને બોલાચાલી થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, યાત્રાળુ મહિલા અને મહિલા GRD વચ્ચે ઝપાઝપી થાય છે. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં લોકોનું ટોળું એકઠું થઈ જાય છે.

