Get The App

મુંજપરાનો અભયમની ટીમને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપતો વીડિયો વાયરલ

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
મુંજપરાનો અભયમની ટીમને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપતો વીડિયો વાયરલ 1 - image


પૂર્વ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી

પૂર્વ સાંસદની બહેનની પુત્રવધુએ કૌંટુબિક ઝઘડા મામલે મદદ માંગતા પોલીસ ઘરે ગઇ હતી 

તમે અહીં જેટલા આવ્યા છો તે તમામને સસ્પેન્ડ કરાવું છું : ડો. મહેન્દ્ર મુંજપરા

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર લોકસભાના પૂર્વ સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા દ્વારા ૧૮૧ અભયમની ટીમ સાથે ગેરવર્તન કર્યાનો વીડિયો સોશિલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ૧૮૧ની ટીમને સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપતા જિલ્લાભરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

તા.૧૩ મેના બપોરના સમયે સુરેન્દ્રનગર ૮૦ ફૂટ રોડ પરના લોકેશન ઉપરથી ૧૮૧ અભયમની ટીમ પર ફોન આવ્યો અને મદદ માંગવામાં આવી હતી. મહિલાનો 

ફોન આવતા તાત્કાલીક ૧૮૧ અભ્યમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે મદદ માંગનાર મહિલા પૂર્વ સાંસદ મહેન્દ્ર મુંજપરાના ભાણેજની પત્ની હોવાનું જણાઈ આવ્યું હતું અને સ્થળ પર હાજર પૂર્વ સાંસદ દ્વારા ૧૮૧ અભ્યામની ટીમને સસ્પેન્ડ કરાવી દેવાની તેમજ પોલીસ કાર્યવાહી કરવાની ધમકી આપતા કથીત વાઇરલ વીડિયોમાં દેખાઈ રહી છે. 

વીડિયોમાં ડો. મંજુપરા અભયમની ટીમને કહે છે. તમે અહીં જેટલા આવ્યા છો તે તમામને સસ્પેન્ડ કારવું છું, એસપીને ફોન કરું છું. તમારી ફરજ શું છે. તમને નોકરી કોને આપી છે. પૈસા આપીને સિલિકેટ થયા છોે કે શું.  આ સમગ્ર મામલો બી-ડિવીઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. 

પૂર્વ સાંસદના ગેરવર્તનનો આ વીડિયો વાયરલ થતાં લોકોમાં શિષ્તબધ્ધ ગણાતી ભાજપ પાર્ટી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તેમજ પૂર્વ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમજ જિલ્લાના પૂર્વ સાંસદ રહી ચુકેલા ડો.મહેન્દ્ર મુંજપરાના પરિવારમાં જ મહિલા પર અત્યાચારનો બનાવ સામે આવતા આ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

Tags :