Get The App

VIDEO : ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં વડોદરાથી મદદ મોકલાયાનો વીડિયો વાઈરલ

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં વડોદરાથી મદદ મોકલાયાનો વીડિયો વાઈરલ 1 - image


Vadodara : વડોદરા શહેરના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં ભારત અને પેલેસ્ટાઇનના ઝંડા સાથેનું એક પોસ્ટર દર્શાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં તાંદલજા, વડોદરા, ગુજરાત પણ લખવામાં આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ વીડિયો પેલેસ્ટાઇનના યુદ્ધગ્રસ્ત વિસ્તારનો હોવાનું જોવા મળી રહ્યું છે. વીડિયો સપાટી પર સામે આવતાની સાથે વીડિયોમાં જોવા મળતા જમવાનું બનાવીને જરૂરિયાતમંદ લોકોને વહેંચાતી ભોજન સેવા અને તેના તાંદલજા, વડોદરા કનેક્શનને લઇને તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે.

VIDEO : ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં વડોદરાથી મદદ મોકલાયાનો વીડિયો વાઈરલ 2 - image

અત્રે નોંધનીય છે કે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં ભારત ઇઝરાયલના પક્ષે છે. ભારત અને ઇઝરાયલના સંબંધો વર્ષોથી મજબુત છે. હાલ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભારે તણાવભરી સ્થિતી છે. બંને દેશો એકબીજા પર હુમલા કરી રહ્યા છે. ખાસ કરીને ઇઝરાયલ સામે પેલેસ્ટાઇનને ભારે ખુવારીનો સામનો કરવો પડી રહ્યો છે. વૈશ્વિક સમુદાયના અનેક પ્રયાસો છતાં અહિંયા શાંતિ સ્થપાવવાનું નામ નથી લઇ રહી. 

VIDEO : ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં વડોદરાથી મદદ મોકલાયાનો વીડિયો વાઈરલ 3 - image

આ પરિસ્થિતિની વચ્ચે વડોદરાના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થવા પામ્યો છે. વીડિયોમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં થયેલા નુકશાન વચ્ચે જમવાનું બનાવવામાં આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. જેમાં પાછળ એક કાળા કલરનું પોસ્ટર લગાડવામાં આવ્યું છે. પોસ્ટરમાં ભારત અને પેલેસ્ટાઇનનો ઝંડો મુકવામાં આવ્યો છે. સાથે જ તાંદલજા, વડોદરા, ગુજરાત, ભારત લખવામાં આવ્યું છે. વીડિયો સામે આવતાની સાથે જ લોકો પેલેસ્ટાઇનમાં પહોંચેલી મદદ અને તેના તાંદલજા વડોદરા કનેક્શનને લઇને લોકો તરહ તરહની ચર્ચાઓ કરી રહ્યા છે. જો કે, વીડિયો ક્યારનો છે? અને તેની સત્યતા અંગે કોઇ પણ પ્રકારની ખરાઇ થઇ શકી નથી. આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આ પ્રકારના વીડિયો બનાવીને મુકવા કોઇ અઘરું કામ નથી. 

VIDEO : ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં વડોદરાથી મદદ મોકલાયાનો વીડિયો વાઈરલ 4 - image

અત્રે નોંધનીય છે કે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે લાંબા સમયથી તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા છે. આ મામલે ભારત ઇઝરાયલના પક્ષે છે. ભારત અને ઇઝરાયલના સંબંધો પહેલાથી જ મજબુત ચાલી રહ્યા છે. આ વચ્ચે વીડિયો સામે આવતા ભારે લોકચર્ચા જાગી છે. વીડિયો સ્થાનિક ભાષામાં હોવાથી તે શું કહેવા માંગે છે? તે સમજવું કઠીન છે.

Tags :