દારૂની બોટલો અને મેડિકલ વેસ્ટ સળગેલી હાલતમાં હોવાનો વીડિયો વાઇરલ
- કપડવંજ તાલુકાની સીએચસીના કમ્પાઉન્ડમાં
- સમગ્ર મામલે તપાસ કરાશે, ફુડ અને ડ્રગ્સ વિભાગ સાથે ચર્ચા કરાશે, હવે તકેદારી રખાશે : બ્લોક હેલ્થ ઓફિસર
બ્લોક હેલ્થ ઓફિસર અંકુર પટેલના જણાવ્યા અનુસાર, સામુહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો અને નિયમ વિરૂદ્ર મેડિકલ વેસ્ટના નિકાલ બાબતે યોગ્ય તપાસ કરીશું, આ બાબતે ફુડ એન્ડ ડ્રસ્સ વિભાગ સાથે ચર્ચા કરીશું. મેડિકલ વેસ્ટ માટે એેજન્સી આવે છે અને તેમને સોંપવામાં આવ્યું છે.
દારૂની બોટલ બાબતે હાલમાં સીએચસીમાં કન્ટ્રકશનનનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે બીજો દરવાજો બજાર વચ્ચે મધ્યમાં ખુલ્લો રહેતા વાહનો ચાલકો વાહનો પાર્ક કરે છે. આસપાસના અસામાજિક તત્વો આવીને દારૂની બોટલો ફેંંકી હોવા બાબતે પોલીસને જાણ કરી છે આ૩ મામલે કાયમી પોઇન્ટ મુકવામાં આવતો નથી.તપાસ કરીને તકેદારી રખાશે અને ફરી આ સ્થિતિ ન થાય તેનું ધ્યાન રખાશે.