Gujarat

તલવારથી કેક કાપી જન્મદિનની ઉજવણી કરતો વીડિયો વાયરલ

By GS TEAM
9 Aug 20251 min read
તલવારથી કેક કાપી જન્મદિનની ઉજવણી કરતો વીડિયો વાયરલ

- નડિયાદના હરિઓમ આશ્રમ નજીક

- ગેરકાયદે હથિયારના પ્રદર્શન અને જાહેરનામાના ભંગ બદલ 3 યુવકોની ધરપકડ કરી કાર્યવાહી

નડિયાદ : નડિયાદના હરીઓમ આશ્રમ નજીક યુવાનો તલવાર વડે કેક કાપી જન્મદિવસની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયર થયો હતો. જાહેરનામાનો ભંગ કરીને અને ગેરકાયદે રીતે હથિયારનું પ્રદર્શન કરવા બદલ પોલીસે આ મામલે ત્રણ શખ્સોની અટકાયત કરી છે. 

નડિયાદના વિકાસ આહીર(યાદવ)નો તાજેતરમાં જન્મદિવસ હતો. ઉજવણી માટે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જન્મદિવસની કેક કાપવા માટે તલવારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં વિકાસ આહીર તલવાર વડે કેક કાપતો અને બાદમાં તલવાર હવામાં રાખી રોફ જમાવે છે. ઉપરાંત, તેના એક મિત્ર પ્રદીપકુમાર ઉર્ફે પપ્પુ દીલીપભાઈ વાઘેલા (રહે. ખાડ) હોવાનું જાણવા મળ્યું હતું. તે પણ તલવારથી હવાબાજી કરતો દેખાયો હતો. જ્યારે સચિન દરબાર નામના અન્ય યુવાનના હાથમાં તલવારનું મ્યાન જોવા મળ્યું હતું. ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો. ત્યારે જાહેર સ્થળે આ પ્રકારના હથિયારનું પ્રદર્શન કરવામાં આવતા ગંભીરતાથી લઈને, જાહેરનામાનો ભંગ અને ગેરકાયદે રીતે શ રાખવા બદલ કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વિકાસ આહીર અને તેના મિત્રની પ્રદીપ ઉર્ફે પપ્પુ દીલિપભાઈ વાઘેલા અને સચિન દરબારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.