Gujarat

તોફાનમાં આરોપીઓેને ઝડપી પાડવા વીડિયો ફૂટેજની ચકાસણી

By GS TEAM
22 Sep 20251 min read
તોફાનમાં આરોપીઓેને ઝડપી પાડવા વીડિયો ફૂટેજની ચકાસણી

વડોદરા,જૂનીગઢી વિસ્તારમાં થયેલા તોફાનમાં  પોલીસે ત્રણ આરોપીઓના બે દિવસના રિમાન્ડ લીધા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓેને ઝડપી પાડવા માટે પોલીસે વીડિયો  ફૂટેજના આધારે તપાસ  હાથ ધરી છે.

શુક્રવારની રાતે ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના  પગલે ટોળું ભેગું થયું હતું. સિટિ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને ટોળાએ નારાબાજી શરૃ કરી હતી. ત્રણ આરોપીઓને ટોળાની ઉશ્કેરણી કરતા ટોળાએ જૂનીગઢી વિસ્તારમાં જઇ પથ્થરમારો  કર્યો હતો. પથ્થરમારામાં પોલીસ જવાન સહિત બે ને ઇજાઓ પહોંચી હતી. આ ગુનામાં  પોલીસે ૫૬ તોફાનીઓને ઝડપી પાડયા હતા. જે પૈકી ત્રણ આરોપીઓના પોલીસે બે દિવસના રિમાન્ડ લીધા છે. આરોપીઓ અન્ય કોઇ ગુનાઇત પ્રવૃત્તિને અંજામ આપવાના હોવાની શંકાના આધારે પોલીસે તેઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ વીડિયો ફૂટેજની ચકાસણી કરી રહી છે. જેના આધારે પોલીસ ચાર શકમંદને લઇ આવી છે.