બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી,મારી સાથે લગ્ન કર..તેમ કહી આરોપીની ધમકી,અશ્લીલ મેસેજ મોકલ્યા
વડોદરાઃ ગોરવા વિસ્તારના એક યુવકે મહિલાને બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લગ્ન કરવા માટે પજવણી કરતાં આખરે મહિલાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે,અગાઉ મેં ગોરવા મધુનગર વિસ્તારમાં રહેતા અજય રાઠોડ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી.જે ફરિયાદ પાછી ખેંચી લેવા તે મને દબાણ કરી રહ્યો છે.
લગ્ન કરવા માટે આગ્રહ રાખતા અજયે મારો પીછો કરીને ધમકીઓ પણ આપી છે. જ્યારે,મોબાઇલ,વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રાામ પર પણ બીભત્સ મેસેજો મોકલી રહ્યો છે.
ગઇ તા.૧૯મી એપ્રિલે હું ખરીદી માટે ગઇ હતી ત્યારે રાત્રિના સમયે બાઇક લઇને મારી પાછળ આવ્યો હતો અને કેસ પાછો ખેંચી લગ્ન નહિ કરે તો નિર્વસ્ત્ર કરીને ફેરવવાની ધમકી આપી હતી.જેથી હું ગભરાઇ ગઇ હતી.તેને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.પરંતુ હેરાનગતિ ચાલુ રહી છે.જેથી ગોરવા પોલીસે અજયસિંગ સો ગુનો નોંધ્યો છે.