વડોદરાઃ દિલ્હીમાં બનેલા બોમ્બ બ્લાસ્ટના બનાવ બાદ ગુજરાત પોલીસ વડાની સૂચનાથી જુદાજુદા શહેરોમાં છેલ્લા ૩૦ વર્ષ દરમિયાન બનેલા નારકોટિક્સ, શસ્ત્રો,એક્સ્પ્લોઝિવ, ટાડા-પોટા જેવા ગુનાના આરોપીઓના વેરિફિકેશનનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ દરમિયાન વડોદરા શહેર પોલીસ દ્વારા જુદાજુદા વિસ્તારોમાં કોમ્બિંગ કરીને ૬૦૦ જેટલા આરોપીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.જે દરમિયાન ૪૦ જણા હયાત નહિ હોવાનું જણાઇ આવ્યું છે.
પોલીસ દ્વારા આરોપીઓની હાલની પ્રવૃત્તિ વિશે પણ માહિતી મેળવવામાં આવી હતી.જેમાં ૩૦ થી વધુ આરોપીઓ હાલમાં જેલમાં હોવાની વિગતો બહાર આવી હતી.આ પૈકી ૨૦૦ થી વધુ આરોપીઓ ગુજરાત બહારના હોવાથી તેમની પણ ડિટેલ એકત્રિત કરવામાં આવી હતી.જ્યારે તેમના પ્રાંતમાંથી પણ કોઇ ગુનાખોરી આચરી છે કે કેમ તેની માહિતી મેળવવામાં આવી રહી છે.પોલીસે ૩૦૦ થી વધુ આરોપીઓનું ડોઝિયર તૈયાર કર્યું છે.


