જામનગર શહેરમાં પ્રતિબંધીત ચાઇનીઝ પ્લાસ્ટીકના દોરા માંજા તથા તુક્કલ શોધી કાઢવા માટેની ઝુંબેશ ચલાવાઇ રહી હતી, જે દરમિયાન પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી એક વિક્રેતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરતાં પકડાયો છે.
જામનગરના સીટી એ. ડીવી પોલિસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સ્થાનિક પોલીસ ટુકડી પ્રતિબંધીત ચાઇનીઝ પ્લાસ્ટીકના દોરા માંજા તથા તુક્કલ અંગે પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન સર્વેલન્સ સ્ક્વોર્ડ ની ટીમે પંચેશ્વર ટાવર નજીક ગોવાળ મસ્જિદ પાસે એક ઇસમ દુકાનમાં પ્રતિબંધીત ચાઇનીઝ પ્લાસ્ટીકના દોરા માંજા તથા તુકકલ રાખી તેનુ વેચાણ કરે છે.
જે હકીકતના આધારે ખુશાલ પ્રદીપભાઈ બાલાપરિયા નામના વેપારીની દુકાનમાં તપાસણી કરતાં તેની દુકાનમાથી ચાઇનીઝ પ્લાસ્ટકીના દોરા માંઝાની 15 નંગ ચરખી મળી આવી હતી.
આથી પોલીસે રૂ.7,500ની કિંમતની 17 નંગ પ્રતિબંધ ચાઈનીઝ દોરા સાથેની ચરખી નો મુદામાલ કબજે કરી લઈ વેપારીની અટકાયત કરી છે, અને તેની સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામાંના ભંગ બદલ ગુનો નોધ્યો છે.


