વિસર્જનના દિવસે શહેરના ૨૩ રોડ પર વાહનો પાર્ક કરી શકાશે નહીં
વિસર્જન યાત્રાના રૃટ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો
વડોદરા,શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન નાગરિકોને અગવડ ના પડે તે માટે શહેર પોલીસ દ્વારા નો પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન બાબતે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ગણેશ વિસર્જનના દિવસે શાંતિપૂર્ણ મહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા વિસર્જન યાત્રાના ૨૩ રૃટ તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ વિસર્જન યાત્રાના રૃટ પરના તમામ રોડ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા અને આજવા રોડ મહાવીર હોલ ચાર રસ્તા તરફથી માંડવી તરફ જઇ શકાશે નહીં. ડભોઇ રોડ થી માંડવી તરફ, સંગમ ચાર રસ્તાથી માંડવી તરફ, સમા લિંક રોડથી કૃત્રિમ તળાવ, લેપ્રેસી ગ્રાઉન્ડ કૃત્રિમ તળાવ આજવા રોડ તરફ,ખોડિયાર નગર તરફ જતાર રોડ તરફ,લાલબાગ બ્રિજ તરફ તેમજ માંજલપુર કૃત્રિમ તળાવ તરફ, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા તેમજ રાજમહેલ ગેટ તરફ,જેલરોડ તથા કોઠી ચાર રસ્તા તરફ,ગોરવા દશામાં મંદિર તરફ,કિશનવાડી કૃત્રિમ તળાવ,તરસાલી કૃત્રિમ તળાવ, મકરપુરા ગામ કૃત્રિમ તળાવ, એસ.એસ.વી. કૃત્રિમ તળાવ, માંજલપુર મુક્તિધામ કૃત્રિમ તળાવ, બિલ મઢી કૃત્રિમ તળાવ તરફ જતા રોડ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેમજ ડી.જે. અને મ્યુઝીક સિસ્ટમ વિસર્જન સ્થળેથી અંદાજે એક કિલોમીટર દૂર સુધી જ લઇ જઇ શકાશે.