Gujarat

હસમુખ ફનચરના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી

By GS TEAM
3 Dec 20251 min read
હસમુખ ફનચરના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી

સુરેન્દ્રનગર-વિરમગામ હાઈવે પર

ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી ઃ લાખો રૃપિયાનું નુકસાન

વિરમગામ - વિરમગામ-સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર મેલડી નગર સામે આવેલા હસમુખ ફનચરના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી એક ગાડી અને એક બાઇકમાં આજે વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

આગ લાગ્યાની જાણ થતાં તાત્કાલિક વિરમગામ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો અગ્નિશામક સાધનો સાથે ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.

આ આગની ઘટનામાં બંને વાહનો બળીને ખાખ થઈ જતાં લાખો રૃપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.