વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી થતાં વાહનો દબાયા, કારચાલકનો બચાવ

Vadodara : વડોદરાના સુભાનપુરા સ્તારમાં એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા વાહનોને નુકસાન થયું હતું તેમજ એક દુકાનને પણ નુકસાન થયું હતું.
વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે તેવા સમયે જલારામ મંદિર નજીક પીપળાનું જૂનું વૃક્ષ તૂટી પડ્યું હોવાનો વડોદરા ફાયર બ્રિગેડને મેસેજ મળતા ટીમ પહોંચી ગઈ હતી. આ વખતે વૃક્ષની નીચે એક કાર અને બાઈક દબાયા હતા. જ્યારે એક દુકાનને પણ નુકસાન થયું હતું.
ઉપરોક્ત વિસ્તારમાંથી એવી પણ માહિતી મળી હતી કે, વૃક્ષ ધરાશયી થયું તે પહેલા જ કારચાલક કાર પાર્ક કરીને બહાર નીકળ્યો હતો. જેથી તેનો બચાવ થયો હતો. ઉપરોક્ત સ્થળેથી વૃક્ષને કાપીને દૂર કરાયું હતું અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

