Get The App

વડોદરામાં ન્યાયમંદિર વિસ્તારના દૂધવાળા મહોલ્લામાં જર્જરિત મકાન દ્વારા ધરાશાયી થતાં વાહનો દબાયા

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ન્યાયમંદિર વિસ્તારના દૂધવાળા મહોલ્લામાં જર્જરિત મકાન દ્વારા ધરાશાયી થતાં વાહનો દબાયા 1 - image


Vadodara House Collpase : વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં આજે સવારે એક જર્જરિત મકાન ધારાશાયી થતાં બેથી ત્રણ વાહન દબાયા હતા.

વડોદરાના ચાર દરવાજા તેમજ આસપાસના વિસ્તારમાં અનેક જર્જરિત મકાન આવેલા છે અને કોર્પોરેશન દ્વારા અવારનવાર નોટિસો પણ આપવામાં આવતી હોય છે. પરંતુ કોર્પોરેશન તરફથી મકાન ઉતારવા માટે નક્કર કામગીરી નહીં કરાવતી હોવાથી અવારનવાર મકાન ધરાશાયી થવાના બનાવ બનતા હોય છે.

ન્યાય મંદિર વિસ્તારના દૂધવાળા મહોલ્લામાં આજે સવારે ત્રણ મજલી જર્જરિત મકાન ધરાશાયી થતાં અફરાતફરી સર્જાઇ હતી. સારા નસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બે થી ત્રણ વાહન દબાતા ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.