ચોરેલી મોટરસાયકલ બે મહિના સુધી ફેરવનાર વાહન ઉઠાવગીર પકડાયો
Vadodara Vehicle Theft : વડોદરા પોલીસે ચોરેલી મોટરસાયકલ નંબર પ્લેટ વગર ફેરવતા એક વાહનચોરને ઝડપી પાડયો છે.
પાણીગેટ વિસ્તારમાં પોલીસે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર જતા યુવકને અટકાવી પૂછપરછ કરતા તેની પાસેની મોટરસાયકલ બે મહિના પહેલા જાંબુઆ વિસ્તારમાંથી ચોરાઈ હોવાની વિગતો બહાર આવી હતી.
પોલીસની તપાસ દરમિયાન પકડાયેલા વાહન ઉઠાવગીરનું નામ હિતેશ ઉર્ફે ભોયો ઉદેસિંગ દરબાર (ઇમામપુરા વારસિયા) હોવાનું ખુલ્યું હતું. તેની સાથે કોઈ સાગરીતો હતા કે કેમ અને બીજા કોઈ ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે મુદ્દે પોલીસ પૂછપરછ કરી રહી છે.