વડોદરામાંથી મોટરસાયકલોની ઉઠાંતરી કરનાર વાહન ચોર સાણંદમાંથી ત્રણ વર્ષે પકડાયો

વડોદરામાંથી ટુ-વ્હીલરની ચોરી કરી ફરાર થઈ ગયેલા વાહન ચોરને ત્રણ વર્ષ પછી પોલીસે ઝડપી પાડયો છે.
વડોદરાના હરણી મોટનાથ રોડ પરથી ઓગસ્ટ 2022માં બે મોટરસાયકલની ચોરી થઈ હતી. જે બનાવમાં અગાઉ પોલીસે એક વાહન ચોરને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ દરમિયાન વિનોદ હિરલાભાઈ અલાવા (ભરાડ, ધાર, મધ્યપ્રદેશ) નું નામ ખુલતા પોલીસ તેની તપાસ કરી રહી હતી.
છેલ્લા કેટલાક સમયથી વિનોદ અમદાવાદના સાણંદ ખાતે ગ્લોબલ સ્કૂલ પાસે રહેતો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ત્યાં વોચ રાખવામાં આવી હતી અને ગઈકાલે આરોપીને ઝડપી પાડ્યો હતો. વાહનચોરની બીજા ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તેની હરણી પોલીસ તપાસ કરશે.